સિદ્ધાર્થ માલ્યા સાથેના પ્રેમપ્રકરણની અફવાથી અનુષ્કા અપસેટ

20 September, 2012 06:24 AM IST  | 

સિદ્ધાર્થ માલ્યા સાથેના પ્રેમપ્રકરણની અફવાથી અનુષ્કા અપસેટ


અનુષ્કા શર્મા હાલમાં જ યશ ચોપડા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી ફિલ્મ ‘જબ તક હૈ જાન’ના લેહના શૂટિંગ-શેડ્યુલમાંથી પાછી આવી છે. તાજેતરમાં ચર્ચા થઈ રહી હતી કે દીપિકા પાદુકોણનો ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ માલ્યા અત્યારે અનુષ્કા શર્મામાં ખાસ રસ લઈ રહ્યો છે અને તેના પ્રાઇવેટ ઍરક્રાફ્ટમાં તેને લંડન લઈ ગયો હતો. અનુષ્કાએ આ ચર્ચાને સાવ ખોટી ગણાવી છે અને આને કારણે તે ઘણી અપસેટ છે.

અનુષ્કાના પ્રવક્તાએ સત્તાવાર નિવેદન આપતાં કહ્યું હતું કે ‘અનુષ્કા અને સિદ્ધાર્થ વચ્ચે કાંઈ રંધાઈ નથી રહ્યું. આ ચર્ચામાં બિલકુલ સચ્ચાઈ નથી. અનુષ્કા તો કાશ્મીરમાં શૂટિંગમાં વ્યસ્ત હતી અને તેનો આ સ્ટોરીના કન્ફર્મેશન માટે એક વાર પણ સંપર્ક કરવામાં નથી આવ્યો.’