પંકજ કપૂર પર અનુષ્કા થઈ ગઈ ફિદા

06 December, 2012 07:21 AM IST  | 

પંકજ કપૂર પર અનુષ્કા થઈ ગઈ ફિદા




ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ ‘મટરુ કી બિજલી કા મન્ડોલા’માં પંકજ કપૂર, અનુષ્કા શર્મા અને ઇમરાન ખાન મુખ્ય પાત્રનો રોલ ભજવી રહ્યાં છે. આ ફિલ્મમાં પંકજ કપૂરે ઘણા શૉટમાં સતત નશામાં રહેતા શરાબીની ઍક્ટિંગ કરવી પડી છે. જોકે અનુષ્કાને જ્યારે ખબર પડી કે શરાબીની ઍક્ટિંગ કરતા પંકજ કપૂર રિયલ લાઇફમાં એને હાથ પણ નથી અડાડતા ત્યારે તે પંકજ કપૂરની ઍક્ટિંગ પર ફિદા થઈ ગઈ હતી.

આ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘ફિલ્મમાં પંકજ કપૂર અનુષ્કાના રંગીલા તેમ જ શરાબ અને સુંદરીઓના શોખીન પિતાનો રોલ કરી રહ્યા છે. આને કારણે તેમણે અનેક શૉટમાં શરાબમાં ચકચૂર હોય એવા શૉટ્સ આપવાના હતા. તેમણે આ તમામ શૉટ એકદમ પર્ફેક્ટ આપ્યા હતા. જોકે અડધી ફિલ્મ પૂરી થઈ ત્યારે અનુષ્કાને ખબર પડી કે પંકજ કપૂર રિયલ લાઇફમાં શરાબને હાથ પણ નથી અડાડતા ત્યારે તેને નવાઈ લાગી હતી. હવે તે પંકજ કપૂરની ઍક્ટિંગની મોટી ચાહક બની ગઈ છે.’


આ પણ વાંચો


અનુષ્કા શર્માને આવે છે ગુલાબી સાંઢની ઈર્ષ્યા
મટરુ કી બિજલી કા મંડોલા : અનુષ્કાએ આપ્યો ઇમરાન સાથે બોલ્ડ સીન
‘મટરુ કી બિજલી કા મન્ડોલા’ સાઇન કર્યા બાદ ગભરાઈયેલા ઇમરાને કામ કરવાની ના પાડી હતી
ઇમરાન ખાને હવે ગાળો શીખવા માટે ટીચર રાખ્યા છે