હું ફક્ત ફિલ્મ જોવા માટે પણ અન્ય દેશોમાં ટ્રાવેલ કરું છું :અનુરાગ કશ્યપ

18 August, 2019 08:30 AM IST  |  મુંબઈ

હું ફક્ત ફિલ્મ જોવા માટે પણ અન્ય દેશોમાં ટ્રાવેલ કરું છું :અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપ (File Photo)

અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે તે પોતાની મનપસંદ ફિલ્મો જોવા માટે અન્ય દેશોમાં પ્રવાસ કરે છે. આ વિશે વિસ્તારમાં જણાવતાં અનુરાગ કશ્યપે કહ્યું હતું કે ‘મેં ફિલ્મો માટે કેટલીક સ્ટુપિડ વસ્તુઓ કરી હતી. મારે ‘મેસરીન પાર્ટ 1 : કિલર ઇન્સિટીંક્ટ’ જોવી હતી. હું એ શોધી રહ્યો હતો કે આ ફિલ્મ હું ક્યાં જોઈ શકું છું. એથી મેં ગૂગલમાં એ દરેક શહેરની તપાસ કરી હતી, જ્યાં આ ફિલ્મનો શો ચાલી રહ્યો હતો. એ સમયે હું એને જોવા માટે અન્ય દેશમાં જઈ રહ્યો હતો. ‘મેસરીન પાર્ટ 2’ જ્યારે રિલીઝ થયો ત્યારે એનાં બન્ને પાર્ટ લંડનનાં કર્ઝન સોહોમાં એક પછી એક એમ પ્લે કરવામાં આવ્યા હતાં. એથી એ ફિલ્મ જોવા માટે હું લંડન પહોંચી ગયો હતો. ત્યાર બાદ જ્યારે ન્યુ યર દરમ્યાન ‘સેક્રેડ ગેમ્સ’નું શૂટિંગ કેન્યામાં ચાલી રહ્યું હતું ત્યારે ત્રણથી ચાર દિવસની અંદર હું એ બધી ફિલ્મો જોવા માટે પણ લંડન પહોંચી ગયો હતો.’

અનુરાગ કશ્યપનો ડિજિટલ સિરીઝ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો‘હાઉઝ ઑફ કાર્ડ‍્‌સ’એ

‘હાઉઝ ઑફ કાર્ડ્સ’એ અનુરાગ કશ્યપનો ડિજિટલ પ્લૅટફૉર્મ પ્રતિનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો છે. ‘હાઉઝ ઑફ કાર્ડ્સ’ એક અમેરીકન ટેલિવિઝન સિરીઝ છે. આ પૉલિટિકલ થ્રિલરની ૬ સીઝન છે. એ વિશે અનુરાગ કશ્યપે કહ્યું હતું કે ‘હું જે રીતે શો જોતો હતો એ દૃષ્ટિકોણને ‘હાઉઝ ઑફ કાર્ડ્સ’એ બદલી નાખ્યો છે. અચાનક જ આ બધા શો મારા માટે સિનેમા બની ગયા. આ શોમાં પણ એક અવાજ હોય છે. મારા લિસ્ટમાં ‘ટ્રુ ડિટેક્ટિવ’ અને ‘દિલ્હી ક્રાઇમ’ પણ છે.’
નવા ફિલ્મ મેકર્સને પણ કેટલીક ફિલ્મો જોવાની સલાહ આપતાં અનુરાગ કશ્યપે કહ્યું હતું કે ‘વિટોરીયો ડી સીકાની ‘બાઇસીકલ થીવ્ઝ’ જુઓ. આ એક ઐતિહાસિક, પૉલિટિકલ અને કટાક્ષથી ભરપૂર છે. આ એક એવી ફિલ્મ છે એનાથી તમે દેશને, સમયને અને સ્થાનને સમજી શકશો. મેં જ્યારે ‘બાઇસીકલ થીવ્ઝ’ જોઈ ત્યારે હું એ સમયમાં સરી ગયો હતો અને ઇટલીમાં પોતાની જાતને જોઈ રહ્યો હતો. ફિલ્મ એટલી વાસ્તવિક હતી કે મેં જે પણ ઇતિહાસ વાંચ્યો એને સમજી શક્યો હતો. એનાથી એક ફિલ્મ મેકરનું ઘડતર થાય છે.’

anurag kashyap bollywood