વર્સોવા પોલીસ સ્ટેશન પહોંચ્યા અનુરાગ કશ્યપ, યૌન ઉત્પીડન મામલે પૂછપરછ

01 October, 2020 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વર્સોવા પોલીસ સ્ટેશન પહોંચ્યા અનુરાગ કશ્યપ, યૌન ઉત્પીડન મામલે પૂછપરછ

અનુરાગ કશ્યપ

ફિલ્મ ડિરેક્ટર અને પ્રૉડ્યુસર અનુરાગ કશ્યપ (Anurag Kashyap)ની આજે પૂછપરછ કરવામાં આવશે. મુંબઇ (Mumbai Police)પોલીસે કાલે તેને સમન પાઠવ્યા હતા. અનુરાગ કશ્યપ (Anurag Kashyap) વર્સોવા (Versova) પોલીસ સ્ટેશન (Police Station) પહોંચી ગયા છે. જ્યાં તેમની વિરુદ્ધ ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષે (Payal Ghosh) નોંધાવેલા યૌન ઉત્પીડન કેસમાં પૂછપરછ કરવામાં આવશે.

અનુરાગ વિરુદ્ધ બોલીવુડ એક્ટ્રેસે યૌન ઉત્પીડનનો આરોપમૂક્યો હતો, જેના પછી 23 સપ્ટેમ્બરના રોજ પોલીસે તેના વિરુદ્ધ કેસ દાખલ કર્યો. મુંબઇ પોલીસ દ્વારા અનુરાગ કશ્યપને પાઠવવામાં આવેલા સમનમાં અભિનેત્રીના કથિત યૌન ઉત્પીડન મામલે ગુરુવારે સવારે 11 વાગ્યે વર્સોવા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

અભિનેત્રીના વકીલ સતપુતે પ્રમાણે, રેપની આ કથિત ઘટના ઑગસ્ટ 2013માં થઈ હતી, જ્યારે અભિનેત્રી કામ શોધી રહી હતી અને આ અંગે અનુરાગ કશ્યપના સંપર્કમાં આવી હતી. સતપુતે જણાવ્યું કે, અનુરાગ કશ્યપે પહેલા પોતાની ઑફિસમાં મીટિંગ ફિક્સ કરી હતી અને ત્યાં કોઇ જ ગરબડ થઈ નહોતી. ત્યાર પછી તેણે એક્ટ્રેસને ઘરે જમવા બોલાવી. ત્રીજીવાર તેણે ફરી અભિનેત્રીને ઘરે બોલાવી અને જ્યારે એક્ટ્રેસ ઘરે પહોંચી તો તેણે કહ્યું કે મારા મૂવી કલેક્શન જો અને તેના પછી અનુરાગ કશ્યપે દુષ્કર્મ કર્યું.

સતપુતે અને પીડિત અભિનેત્રી ઓશિવારા પોલીસ સ્ટેશન ગયા હતા પણ ત્યાં તેમને ખબર પડી કે અનુરાગ કશ્યપનું ઘર વર્સોવા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવે છે. ત્યાર પછી વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. ફરિયાદના આધારે પોલીસે અનુરાગ કશ્યપ વિરુદ્ધ આઇપીસીના સેક્શન 376-1 (બળાત્કાર), 354 (મહિલાની મર્યાદા ભંગ કરવાની ઇચ્છાથી બળનો ઉપયોગ કરવો), 341, અને 342 અંતર્ગત કેસ દાખલ કર્યો છે. ડીસીપી મંજૂનાથ સિંહે એફઆઇઆર નોંધાવાની પુષ્ઠિ કરી છે.

bollywood bollywood news bollywood gossips anurag kashyap versova