ગાયિકા અનુરાધા પૌડવાલના દીકરા આદિત્ય પૌડવાલનું હૉસ્પિટલમાં નિધન

12 September, 2020 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ગાયિકા અનુરાધા પૌડવાલના દીકરા આદિત્ય પૌડવાલનું હૉસ્પિટલમાં નિધન

ગાયિકા અનુરાધા પૌડવાલના દીકરા આદિત્ય પૌડવાલનું હૉસ્પિટલમાં નિધન

આ વર્ષો બોલીવુડ (Bollywood)ના અનેક સિતારાઓ અને દિગ્ગજોના નિધન બાદ કદાચ આ વર્ષ ઇતિહાસમાં કાળાંં અક્ષરે લખાશે. હજી તો વર્ષ પૂરું પણ નથી થયું અને બોલીવુડમાંથી અત્યાર સુધી ઋષિ કપૂર, ઇરફાન ખાન અને વાજિદ અલી જેવા બહેતરીન કલાકારોને બીમારીને કારણે ગુમાવવા પડ્યા. ઘણાં સેલેબ્સને અન્ય કારણોસર આ વિશ્વને અલવિદા કહેવું પડ્યું. આ બધાંમાંથી હજી લોકો બહાર નથી આવી શક્યા ત્યાં મનોરંજન જગતમાંથી હજી એક દુઃખના સમાચાર આવ્યા છે. બોલીવુડ બૅકગ્રાઉન્ડ સિંગર રહી ચૂકેલાં અનુરાધા (Anuradha Paudwal) પૌડવાલના દીકરા આદિત્ય (Son Aditya Paudwal) પૌડવાલનું પણ નિધન થયું છે.

અનુરાધા પૌડવાલ બૅકગ્રાઉન્ડ સિંગિંગની સાથે-સાથે ભજન ગાયિકા પણ રહી ચૂક્યાં છે. દીકરા આદિત્ય પૌડવાલના નિધન થકી આખો પરિવાર ગમગીન છે. તે 35 વર્ષના હતા. મળતી માહિતી પ્રમાણે તેઓ છેલ્લા ઘણાં મહિનાથી બીમાર હતા. આદિત્ય પૌડવાલને કિડનીની બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેઓ ઘણાં સમયથી કિડનીની બીમારીથી પીડાતા હચા. કિડની ફેલ થવાને કારણે આદિત્યનું આજે સવારે નિધન થઈ ગયું છે.

લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સમાં નામ સામેલ
આદિત્યના જવાથી પરિવાર પર દુઃખના પ્હાડ તૂટી પડ્યા છે. આદિત્ય પૌડવાલ પણ પોતાની માતાની જેમ ભજન અને ભક્તિ ગીતો ગાતા હતા. આ સિવાય તે મ્યૂઝિક કમ્પૉઝ પણ કરતા હતા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ભક્તિ ગીતો પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. તે એક સારા મ્યૂઝિક ડાયરેક્ટર પણ હતા. તેમનું નામ દેશમાં સૌથી ઓછી ઉંમરના મ્યૂઝિક ડાયરેક્ટરની કેટેગરીમાં 'લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સ'માં સામેલ છે.

માતાના પદ્ચિહ્નો પર ચાલતા હતા આદિત્ય
જણાવવાનું કે અનુરાધા પૌડવાલને વર્ષ 2018માં ભારત સપકાર દ્વારા પદ્મશ્રી અવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સિવાય તેમને મહારાષ્ટ્ર સરકાર અને મધ્ય પ્રદેશ સરકાર પાસેથી પણ સન્માન પ્રાપ્ત થયા છે. આદિત્ય પૌડવાલ પણ તેમના ભક્તિ ગીતોના પથ પર ચાલતા હતા.

bollywood bollywood news bollywood gossips