ભાજપને મત ન આપવાની અપીલ કરનારાઓ પર વરસ્યા અનુપમ ખેર

07 April, 2019 02:45 PM IST  |  મુંબઈ

ભાજપને મત ન આપવાની અપીલ કરનારાઓ પર વરસ્યા અનુપમ ખેર

અનુપમ ખેરે આવ્યા ભાજપના સમર્થનમાં

લોકસભા ચૂંટણીને બોલીવુડનો રંગ પણ ચડવા લાગ્યો છે. હાલમાં જ નસીરૂદ્દીન શાહ સહિત આર્ટ અને થિએટર સાથે જોડાયેલા 600 લોકોએ ભાજપને મત ન આપવાની અપીલ કરી હતી. જેના પર અનુપમ ખેરે નિશાન સાધ્યું છે. અનુપમે પોતાના
ટ્વીટમાં લખ્યુ, "તો અમારી જ બિરાદરીના કેટલાક લોકોએ એક લેટર જાહેર કરીને આગામી ચૂંટણીમાં વર્તમાન સરકારને મત ન આપવાની અપીલ કરી છે જેને જનતાએ ખુદ બંધારણીય રીતે ચુંટ્યા છે."


અનુપમ ખેરે લખ્યું, "બીજા શબ્દોમાં કહીએ તો તેઓ આધિકારીક રૂપથી વિપક્ષ માટે કેંપેનિંગ કરી રહ્યા છે. સારું છે. કમ સે કમ હવે તેઓ દેખાડો તો નથી કરી રહ્યા. શાનદાર."

આર્ટ અને થિએટર સાથે જોડાયેલા 600 લોકોએ પત્ર લખીને લોકોને અપીલ કરી હતી કે, "મતદાન કરીને ભાજપ અને તેમના સહયોગીઓને સત્તામાંથી બહાર કરો." અપીલ કરનારાઓમાં અમોલ પાલેકર, નસીરુદ્દીન શાહ, ગિરીશ કર્નાડ, એમકે રૈના અને ઊષા ગાંગુલી જેવી ચર્ચિત હસ્તીઓ પણ સામેલ છે. તમામ હસ્તીઓએ આગ્રહ કર્યો કે ભારતની અને તેના બંધારણની અવધારણા ખતરામાં છે. ભાજપને મત ન આપો.

લેટરમાં શું કહેવામાં આવ્યું છે?
સિતારાઓએ જાહેર કરેલા લેટરમાં લખવામાં આવ્યું છે કે, "આગામી લોકસભા ચૂંટણી દેશના ઈતિહાસની સૌથી ગંભીર ચૂંટણી છે. આજે ગીત, નૃત્ય, હાસ્ય ખતરામાં છે. આપણું બંધારણ ખતરામાં છે. સરકારે એ સંસ્થાઓનું ગળું દબાવી દીધું છે જ્યાં તર્ક, ચર્ચા અને અસહમતિનો વિકાસ થાય છે. કોઈ લોકતંત્રએ સૌથી નબળા અને સૌથી વધુ વંચિત લોકોને સશક્ત બનાવવા જોઈએ."

"કોઈ લોકતંત્ર સવાલ વગર, સજાગ વિપક્ષ વગર કામ ન કરી શકે. આ તમામને વર્તમાન સરકારે પૂરી તાકાતથી કચડી નાખ્યા છે. તમામ ભાજપને સત્તાથી બહાર કરવા માટે મત આપો. બંધારણનું રક્ષણ કરો અને કટ્ટરતા, ઘૃણા અને નિષ્ઠુરતાને સત્તાથી બહાર કરો."

anupam kher kirron kher narendra modi naseeruddin shah amol palekar Loksabha 2019