પોતાની સાથે વાતો કરતાં દેખાયા અનુપમ ખેર, ઇરફાન અને ઋષિને કર્યા યાદ

02 May, 2020 06:33 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

પોતાની સાથે વાતો કરતાં દેખાયા અનુપમ ખેર, ઇરફાન અને ઋષિને કર્યા યાદ

અનુપમ ખેરે શૅર કર્યો ઇરફાન ખાન અને ઋષિ કપૂરને ટ્રિબ્યૂટ આપતો વીડિયો.

તાજેતરમાં જ બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓમાં મોખરે ઇરફાન ખાન અને ઋષિ કપૂરનું નિધન થયું. ત્યાર બાદ તેમના ચાહકોની સાથે સાથે સિતારાઓએ પણ ઇરફાન ખાન અને ઋષિ કપૂરને યાદ કરતા સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન અભિનેતા અનુપમ ખેરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની સાથે વાતો કરતાં દેખાય છે. આ વાડિયો દ્વારા અનુપમ ખેરે ફરી એકવાર ઇરફાન ખાન અને ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ આપી છે.

હકીકતે અનુપમ ખેરે તાજેતરમાં જ પોતાની નવી સીરીધ શરૂ કરી છે. આ સીરીઝને અનુપમ ખેર WhenBittuMeetsAnupamના નામે સોશિયલ મીડિયા પર શૅર કરે છે. આ વીડિયોઝમાં અનુપમ ખેર પોતાના બાળપણ એટલે કે બિટ્ટૂ સાથે વાતચીત કરતા દેખાય છે. તેમનું કહેવું છે કે બિટ્ટૂ વધારે વાસ્તવિક અને શુદ્ધ છે.

આ સીરીઝને આગળ વધારતાં અનુપમ ખેર આ વખતે ઋષિ કપૂર અને ઇરફાન ખાન વિશે વાતચીત કરે છે. વીડિયો શૅર કરતી વખતે અનુપમ ખેરે કૅપ્શન લખ્યું છે કે, "ઇરફાન અને ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ: ક્યારેક ક્યારેક ફક્ત 'જીવનના ઉત્સવ' દ્વારા 'જીવનની ઉદાસી'ને હટાવી શકાય છે." અહીં કહેવામાં આવ્યું છે કે બિટ્ટૂ અને અનુપમ કેવી રીતે પોતાના પ્રિય મિત્ર ઇરફાન અને ચિંટૂજીને યાદ કરવા માગે છે. સાથે જ અમારો પ્રેમ અને કૃતજ્ઞતા તેમના પરિવારો સાથે પણ છે.

શુક્રવારે સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલા વીડિયોમાં અનુપમ ખેરે હાલ બન્ને (ઇરફાન અને ઋષિ)ના નિધન પર દુઃખ વ્યક્ત કરવાને બદલે જીવનને સેલિબ્રેટ કરવાની વાત કરી. તેમણે કહ્યું કે ઇરફાન અને ઋષિ બન્ને સારા કલાકાર હોવાની સાથે શાનદાર વ્યક્તિઓ પણ હતી. તેમના જવાનો શોક કરવાને બદલે આપણાં જીવનમાં તેમના યોગદાનને યાદ કરી તેમના જીવનનો ઉત્સવ ઉજવવો જોઇએ.

નોંધનીય છે કે આ પહેલા પણ અનુપમ ખેર ઇરફાન ખાન અને ઋષિ કપૂર માટે વીડિયો શૅર કરી ચૂક્યા છે. ઇરફાન ખાન વિશે વાત કરતાં એક તરફ જ્યાં અનુપમ ખેર રડી પડ્યા તો ઋષિ કપૂરને જિંદાદિલ, બેબાક, ખડખડાત હસનારી વ્યક્તિ કહી.

bollywood entertainment news irrfan khan rishi kapoor anupam kher