✕

અનુપમ ખેરે અમેરિકામાં હૉલીવુડ સ્ટાર રૉબર્ટ ડી નીરો સાથે કરી ખાસ મુલાકાત

06 October, 2026 01:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર આ મુલાકાતની તસવીરો શૅર કરી છે

અનુપમ ખેર હૉલીવુડ સ્ટાર રૉબર્ટ ડી નીરો સાથે

અનુપમ ખેરે તાજેતરમાં હૉલીવુડના જાણીતા ઍક્ટર રૉબર્ટ ડી નીરો સાથે તેના ઘરે ખાસ મુલાકાત કરી હતી. અમેરિકાના પ્રવાસ દરમ્યાન અનુપમ ખેરની આ મુલાકાત થઈ હતી. આ સમયે બન્નેએ સાથે ભોજન કર્યું અને લાંબી વાતચીત પણ કરી હતી. મુલાકાત બાદ રૉબર્ટ ડી નીરોએ અનુપમ ખેરને ખાસ ભેટ પણ આપી હતી. હવે અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર આ મુલાકાતની તસવીરો શૅર કરી છે.

અનુપમ ખેર પોતાનું નાટક ‘જાને પહચાને અનજાને’ ભજવવા અમેરિકા અને કૅનેડાના પ્રવાસે ગયા હતા. આ અમેરિકા પ્રવાસ દરમ્યાન જ તેમણે રૉબર્ટ ડી નીરો સાથે મુલાકાત કરી હતી. અનુપમ ખેરે આ મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું હતું કે ‘હું અમેરિકા આવું અને મારા સૌથી પ્રિય મિત્ર તથા દુનિયાના શ્રેષ્ઠ અભિનેતા રૉબર્ટ ડી નીરોને ન મળું એવું કેવી રીતે બની શકે? આ દિગ્ગજને મળવું હંમેશાં આનંદની વાત હોય છે અને ફરી એક વાર મારા નાટક ‘જાને પહચાને અનજાને’ સાથે અમેરિકા અને કૅનેડાની મારી યાત્રાની આ સૌથી ખાસ ક્ષણોમાંની એક રહી.’

anupam kher hollywood news united states of america entertainment news bollywood bollywood news