‘ધ વૅક્સિન વૉર’ જેવી અગત્યની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા હતી : અનુપમ ખેર

25 September, 2023 07:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મની એક ઝલક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર શૅર કરીને અનુપમ ખેરે પોસ્ટ કર્યું હતું, ‘ફિલ્મ ‘ધ વૅક્સિન વૉર’ ભારતનો પોતાના પર રહેલો ​વિશ્વાસ સનાતન છે.

અનુપમ ખેર

અનુપમ ખેરને પહેલેથી જ ‘ધ વૅક્સિન વૉર’ જેવી મહત્ત્વની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા હતી. આ ફિલ્મ કોવિડકાળમાં ભારતે બનાવેલી વૅક્સિનની સ્ટોરી પર પ્રકાશ પાડશે. વૈજ્ઞાનિકોએ વૅક્સિન બનાવવામાં જે પ્રકારે સખત મહેનત કરી હતી એનો ચિતાર આ ફિલ્મમાં આપવામાં આવ્યો છે. આ ફિલ્મ વિવેક અગ્નિહોત્રીએ બનાવી છે. ફિલ્મ ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મની એક ઝલક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર શૅર કરીને અનુપમ ખેરે પોસ્ટ કર્યું હતું, ‘ફિલ્મ ‘ધ વૅક્સિન વૉર’ ભારતનો પોતાના પર રહેલો ​વિશ્વાસ સનાતન છે. વિવેક અગ્નિહોત્રી જ્યારે આ ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે મારા માટે કોઈ અગત્યનો રોલ નહોતો. આ ફિલ્મ મુખ્યત્વે મહિલા સાયન્ટિસ્ટ્સ પર આધારિત છે અને એમાં માત્ર ગ્રેટ નાના પાટેકર જ મેલ લીડમાં જોવા મળશે. મારે પણ આ અગત્યની ફિલ્મમાં જોડાવાની ઇચ્છા હતી જે ઇન્ડિયા કૅન ડૂ ઇટની થીમ પર આધારિત છે. વિવેકે મને કૅબિનેટ સેક્રેટરીનો સ્પેશ્યલ રોલ ઑફર કર્યો. આ અદ્ભુત ફિલ્મમાં કામ કરવાનો મને ગર્વ છે. વિશ્વભરમાં આ ફિલ્મ ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. નારી શક્તિ કી જય.’

anupam kher vivek agnihotri bollywood news bollywood gossips bollywood entertainment news