બૉલીવુડને અલવિદા કહી અનુભવ સિંહા અને હંસલ મેહતાએ

23 July, 2020 09:38 PM IST  |  Mumbai Desk | Agencies

બૉલીવુડને અલવિદા કહી અનુભવ સિંહા અને હંસલ મેહતાએ

અનુભવ સિંહા અને હંસલ મેહતાએ જણાવ્યું છે કે તેઓ હવે બૉલીવુડ માટે નહીં પરંતુ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ફિલ્મો બનાવશે એટલું જ નહીં, અનુભવ સિંહાએ પોતાના ટ્વિટર પર નામની આગળ (Not Bollywood) પણ ઉમેરી દીધું છે. ટ્વિટર પર અનુભવ સિંહાએ ટ્વીટ કર્યું હતું કે ‘બસ, હવે બહુ થયું. હું હવે બૉલીવુડમાંથી રાજીનામું આપું છું. એનો જે પણ અર્થ નીકળતો હોય.’
ત્યાર બાદ ટ્વિટર પર ફિલ્મમેકર હંસલ મેહતાએ પણ ટ્વીટ કર્યું હતું કે ‘બૉલીવુડ છોડી દીધું. આ ક્યારેય પણ પહેલા સ્થાન પર નહોતું.’
હંસલ મેહતાના ટ્વીટ બાદ અનુભવ સિંહાએ ટ્વીટ કર્યું હતું કે ‘ચાલો હવે બે જણ બૉલીવુડથી બહાર નીકળી ગયા છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહીને ફિલ્મો બનાવીશું. યે લો અપની લકુટી કમલિયા, બહુત હી નાચ નચાયો.’
આ બન્ને ફિલ્મમેકર્સને રિપ્લાય આપતાં ટ્વિટર પર સુધીર મિશ્રાએ ટ્વીટ કર્યું હતું કે ‘બૉલીવુડ શું છે? સત્યજિત રે, રાજ કપૂર, ગુરુ દત્ત, રિત્વિક ઘટક, બિમલ રૉય, મૃણાલ સેન, હૃષીકેશ મુખરજી, કે. આસિફ, વિજય આનંદ, જાવેદ અખ્તર, તપન સિંહા, ગુલઝાર, શેખર કપૂર, કેતન મેહતા, ભરતન અને અરવિંદન જેવા અનેક ફિલ્મમેકર્સથી પ્રેરિત થઈને હું સિનેમાનો ભાગ બન્યો હતો. આ જ કારણ છે કે હું હંમેશાં હિન્દી સિનેમામાં જ રહેવાનો છું.’

bollywood bollywood news bollywood gossips anubhav sinha