સુશાંતની લાઇફમાં આવતાં તોફાનને અંકિતા પોતાના પર લઈ લેતી:વિકાસ ગુપ્તા

20 June, 2020 09:23 PM IST  |  Mumbai Desk | Agencies

સુશાંતની લાઇફમાં આવતાં તોફાનને અંકિતા પોતાના પર લઈ લેતી:વિકાસ ગુપ્તા

ફોટોમાં વિકાસની સાથે સુશાંત સિંહ રાજપૂત, અંકિતા લોખંડે સહિત અનેક લોકો પણ છે.

વિકાસ ગુપ્તાનું કહેવું છે કે સુશાંત સિંહ રાજપૂત માટે અંકિતા લોખંડે હંમેશાં પ્રોટેક્ટ કરવા તૈયાર રહેતી હતી. તેના મુજબ અંકિતાને જોઈને સુશાંતનું ટેન્શન ગાયબ થઈ જતું હતું. વિકાસે એક જૂનો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં વિકાસની સાથે સુશાંત સિંહ રાજપૂત, અંકિતા લોખંડે સહિત અનેક લોકો પણ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિકાસ ગુપ્તાએ કહ્યું હતું કે ‘આ એ સમય હતો જ્યારે મેં બિન્દાસ અને ખુશમિજાજ સુશાંતને જોયો હતો. તેને કોઈ વસ્તુની પરવા નહોતી. તેણે ઇન્ડિયન ટેલિવિઝનનો નંબર વન શો છોડી દીધો હતો અને ઘણાં અઠવાડિયાં સુધી તેણે કોઈ કામ નહોતું કર્યું. ચા-કૉફીના પ્લાન્સ બનાવતા હતા અને ફિલ્મમેકિંગ શીખવા વિશે ડિસ્કસ કરતા હતા. મને યાદ છે કે તેણે ‘ઔરંગઝેબ’ કરવાની ના પાડી હતી, કારણ કે તેને બીજા ભાઈનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. મને એ પણ યાદ છે કે તેણે કહ્યું હતું કે હું યશરાજને કેવી રીતે ના પાડું? જોકે તેણે એવું કર્યું, કારણ કે વચમાં ઊભેલી પાગલ છોકરીએ તેને કહ્યું હતું કે જે વસ્તુ તને ખુશ રાખે એ કર. આપણે ત્યારે કામ કરીશું જ્યારે તને પૂરી ખાતરી હશે. તે આ ફોટોમાં દિલથી હસી રહ્યો છે. અમારી ઇચ્છા હતી કે તેને પરિણીતી ચોપડા સાથેની ફિલ્મ મળે, કારણ કે તેણે ‘ઇશકઝાદે’માં સરસ કામ કર્યું હતું. તે એટલો મોટો થઈ ગયો હતો કે તેને ‘કાઇપો છે’ મળી ગઈ. તે મને ‘પીકે’ને સાઇન કરવાની સ્ટોરી જણાવતો હતો. ત્યાર બાદ પરિણીતી સાથે ‘શુદ્ધ દેસી રોમૅન્સ’ સાઇન કરી હોવાનું જણાવ્યુ હતું. એ ખુશીમાં અંકિતાએ તમામ ફ્રેન્ડ્સને પોતાના ઘરે બોલાવ્યા હતા. હવે માત્ર યાદો જ વધી છે. હું તેને એક ખુશમિજાજ છોકરા તરીકે યાદ રાખવા માગું છું, જે ટેન્શન-ફ્રી હતો. તેનું ટેન્શન તો અંકિતાને જોઈને જ ભાગી જતું હતું. તે સુશાંતના જીવનમાં આવતાં તમામ તોફાનને પોતાના પર લઈ લેતી હતી. તેના ચહેરા પર જ્યાં સુધી સ્માઇલ ન આવતી ત્યાં સુધી અંકિતા તેને જવા દેતી નહીં. આ ફોટોમાં કેટલાકના ચહેરા નથી દેખાઈ રહ્યા એ માટે સૉરી. હું આ ફોટો એટલા માટે શૅર કરું છું, કારણ કે હું લોકોને દેખાડવા માગું છું કે તે કેટલો ખુશમિજાજ છે અને અમે બધા હસી રહ્યા છીએ.’

bollywood ankita lokhande vikas gupta sushant singh rajput