સુશાંતની મોતને ત્રણ મહિના થયા, અંકિતા લોખંડેએ કહ્યું આ...

15 September, 2020 04:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંતની મોતને ત્રણ મહિના થયા, અંકિતા લોખંડેએ કહ્યું આ...

તસવીર સૌજન્યઃ ટ્વીટર

સુશાંત સિંહ રાજપૂતની એક્સ-ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ એક્ટરના મોતના ત્રણ મહિના પુરા થતા એક ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી.

અંકિતા લોખંડેએ સુશાંત સિંહ રાજપૂતની યાદમાં ટ્વીટ કર્યું કે, ‘સમય ખુબ જ જલદી પસાર થાય છે. જીવન આગળ ચાલતુ રહે છે પરંતુ અમૂક યાદોને ક્યારે પણ ભૂલી શકાતી નથી. અમારી યાદમાં તું હંમેશા રહીશ સુશાંત’ તેની પોસ્ટમાં #Justice4SSRIsGlobalDemand અને  #itsalready3monthstoday જેવા હેશટેગ પણ હતા. સોમવારે સુશાંત સિંહ રાજપૂતના નિધનને ત્રણ મહિના પુરા થયા હતા.

સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ એક્ટરની યાદમાં તેના અનવેરિફાઈડ ટ્વીટર અકાઉન્ટમાં ‘જોશ-ઈ-જાહાન’ સોંગ શૅર કર્યું હતું. આ સોન્ગ શૅર કરતા તેણે લખ્યું કે, ભાઈએ પોતાનું શરીર છોડ્યાને આજે 90 દિવસ થયા છે. આપણા જીવનમાં તેની હાજરીને સેલિબ્રેટ કરવા માટે આ સોન્ગ સમર્પિત કરવામાં આવ્યું છે. #Justice4SSRIsGlobalDemand’

sushant singh rajput ankita lokhande