AK વર્સસ AK : અનિલ કપૂરની દીકરી સોનમને કિડનૅપ કરશે અનુરાગ કશ્યપ!

26 February, 2020 03:38 PM IST  |  Ahmedabad | Parth Dave

AK વર્સસ AK : અનિલ કપૂરની દીકરી સોનમને કિડનૅપ કરશે અનુરાગ કશ્યપ!

સોનમ કપૂર

નેટફ્લિક્સની અપકમિંગ ઓરિજિનલ મૂવી ‘AK વર્સસ AK’માં એવરગ્રીન અભિનેતા અનિલ કપૂર અને ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ ફેમ ડિરેક્ટર અનુરાગ કશ્યપ જોવા મળશે. વિક્રમાદિત્ય મોટવાની નિર્દેશિત આ ફિલ્મનું શૂટિંગ હાલમાં ધારાવીના સ્લમ એરિયામાં થઈ રહ્યું છે. વિક્રમાદિત્ય મોટવાની ‘ઉડાન’, ‘લૂટેરા’, ટ્રેપ્ડ’ જેવી ફિલ્મોના ડિરેક્ટર તેમ જ ‘હસી તો ફસી’, ‘ક્વીન’, ‘મસાન’, ‘એનએચ ૧૦’, ‘ઉડતા પંજાબ’ વગેરેના પ્રોડ્યુસર રહી ચૂક્યા છે. નેટફ્લિક્સ માટે જ ‘સેક્રેડ ગેમ્સ’ બનાવ્યા બાદ હવે તેઓ ‘AK વર્સસ AK’ લઈને આવી રહ્યા છે.

આ ફિલ્મમાં એક ફિલ્મ-ડિરેક્ટર (અનુરાગ કશ્યપ) જાણીતા ફિલ્મસ્ટારની દીકરી (સોનમ કપૂર)ને કિડનૅપ કરે છે અને પછી થ્રિલિંગ ડ્રામા શરૂ થાય છે. ‘AK વર્સસ AK’ એટલે કે અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ નેવર-સીન-બિફોર અવતારમાં જોવા મળશે. આ ફિલ્મની રસપ્રદ વાત એ છે કે અનિલ, અનુરાગ, સોનમ સહિતનાં પાત્રો પોતાના રિયલ નામ અને કામ સાથે દેખાશે. અગાઉ આ ફિલ્મમાં અનિલ કપૂરની જગ્યાએ શાહિદ કપૂર હોવાની ચર્ચા હતી એથી તેનું ટાઇટલ ‘AK વર્સસ SK’ રાખવામાં આવ્યું હતું, પણ શાહિદ આ ફિલ્મ ન કરી શક્યો.

આ ઉપરાંત અનિલ કપૂર સાથે તેનાં બાળકો સોનમ કપૂર આહુજા, રિયા કપૂર અને હર્ષવર્ધન કપૂર પણ આ ફિલ્મમાં જોવા મળશે. અનિલ કપૂર અગાઉ ‘સિલેક્શન ડે’ અને ‘મોગલી- લેજન્ડ ઑફ ધ જંગલ’ માટે નેટફ્લિક્સ સાથે પાર્ટનરશિપ કરી ચૂક્યા છે.

netflix sonam kapoor rhea kapoor harshvardhan kapoor anil kapoor bollywood news entertainment news parth dave