અનિલ કપૂર બહુ જલદી હર્ષવર્ધન કરતાં પણ યુવાન દેખાશે : જિતેન્દ્ર

09 February, 2020 09:02 AM IST  |  Mumbai

અનિલ કપૂર બહુ જલદી હર્ષવર્ધન કરતાં પણ યુવાન દેખાશે : જિતેન્દ્ર

જિતેન્દ્ર

જિતેન્દ્રનું કહેવું છે કે અનિલ કપૂર બહુ જલદી તેના દીકરા હર્ષવર્ધન કપૂર કરતાં પણ યુવાન દેખાશે. સ્ટાર પ્લસ પર આવતાં ‘ડાન્સ પ્લસ 5’માં જિતેન્દ્ર અને ‘મલંગ’ની ટીમ જોવા મળી હતી. અનિલ કપૂર, કુણાલ ખેમુ, દિશા પટણી અને આદિત્ય રૉય કપૂર આ ફિલ્મને પ્રમોટ કરવા માટે શોમાં ગયા હતા. જિતેનદ્ર અને અનિલ કપૂરે છેલ્લે ૩૧ વર્ષ પહેલાં ‘આગ સે ખેલેંગે’માં કામ કર્યું હતું. અનિલ કપૂર વિશે વાત કરતાં જિતેન્દ્રએ કહ્યું હતું કે ‘અનિલ ખરેખર ટાઇમલેસ છે. તે બહુ જલદી તેના દીકરા હર્ષવર્ધન કરતાં પણ યુવાન દેખાશે. આ થોડા દિવસોની જ વાત છે. લોકો જાણે છે કે અનિલ કપૂર કેટલો મહેનતુ, ટૅલેન્ટેડ અને પૉપ્યુલર ઍક્ટર છે, પરંતુ હું તેને એક ખૂબ જ સારા વ્યક્તિ તરીકે ઓળખું છું.’

jeetendra anil kapoor harshvardhan kapoor bollywood news