અનિલ કપૂર અને જૂહી ચાવલા ફરી એકવાર કરશે દર્શકોના દિલ પર રાજ

11 January, 2019 07:16 PM IST  | 

અનિલ કપૂર અને જૂહી ચાવલા ફરી એકવાર કરશે દર્શકોના દિલ પર રાજ

અનિલ કપૂર અને જૂહી ચાવલાનું લાંબા સમય પછી ફિલ્મી પડદે

ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા'ના ટ્રેલર અને અત્યાર સુધી રિલીઝ થયેલા કન્ટેન્ટને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. દર્શકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે જેનું કારણ છે અનિલ કપૂર અને જૂહી ચાવલાનું લાંબા સમય પછી ફિલ્મી પડદે પાછા ફરવું.

અનિલ કપૂર અને જૂહી ચાવલા આ પહેલા 'બેનામ બાદ્શાહ', 'જૂઠ બોલે કૌવા કાટે', 'સલામ-એ-ઈશ્ક', 'લોફર' જેવી ફિલ્મોમાં તેમની મોહક કેમેસ્ટ્રી સાથે દર્શકોનું મનોરંજન કરી ચૂક્યા છે. હવે આ પ્રતિષ્ઠિત જોડી ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા'માં તેમની પ્રેમથી ભરેલી કેમેસ્ટ્રી સાથે પ્રશંસકોનું દિલ જીતવા માટે તૈયાર છે. ફિલ્મમાં અનિલ કપૂર, સોનમ કપૂર, રાજકુમાર રાવ અને જૂહી ચાવલા જેવા દમદાર કલાકારો જોવા મળશે.

આ ફિલ્મ સિવાય અનિલ કપૂર તેની આગામી ફિલ્મમાં માધુરી દીક્ષિત સાથે લાંબા સમય પછી જોવા મળશે. અનિલ કપૂર અને માઘુરી દીક્ષિતની જોડી એક સમયની સૌથી ફેવરિટ જોડી રહી ચૂકી છે. એવામાં ફરી એકવાર આ જોડી ફિલ્મી પડદે જોવા મળશે. દર્શકો આ જોડીને જોવા આતુર છે.

'એક લડકી કો દેખા તો એસા લગા' ફિલ્મમાં પિતા-પુત્રીની જોડી અનિલ કપૂર અને સોનમ કપૂર પહેલીૂવાર એકસાથે જોવા મળશે. તેઓ ફિલ્મમાં પણ પિતા-પુત્રીની ભુમિકા નિભાવી રહ્યાં છે.

ફિલ્મમાં જૂના જમાનાનો રોમાન્સ તો જોવા મળશે જ પરંતુ સાથે આ ફિલ્મની લવસ્ટોરી વર્તમાન સમય સાથે પણ મળતી આવે છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત 'એક લડકી કો દેખા તો એસા લગા'ને વિધુ વિનોદ ચોપડાએ પ્રોડ્યુસ કરી છે અને શૈલી ચોપડાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 1 ફેબ્રુઆરી 2019ના રિલીઝ થશે.