વહીદા રહેમાનના ગીત પર જાન્હવીએ કર્યું કથક, જુઓ વીડિયો

25 February, 2020 06:44 PM IST  |  Mumbai Desk

વહીદા રહેમાનના ગીત પર જાન્હવીએ કર્યું કથક, જુઓ વીડિયો

બોલીવુડ અભિનેત્રી જાન્હવી કપૂર જેટલું સારું બેલી ડાન્સ કરે છે તેટલું જ સારું તે કથક પણ કરે છે. આ વાત ફક્ત અમે નથી કહી રહ્યા પણ અભિનેત્રીનો લેટેસ્ટ વીડિયો જોયા પછી તમે પણ કહેશો. જાન્હવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં તે પોતાની ડાન્સ ટ્રેનર સાથે કથક કરતી દેખાય છે. જાન્હવી જે સુંદરતાની સાથે કથક કરી રહી છે, તેનો વીડિયોથી તમે નજર નહીં હટાવી શકો.

અભિનેત્રીએ જે વીડિયો શૅર કર્યો છે તેમાં તે વહિદા રહેમાનના સૉન્ગ 'પિયા તોસે નૈના લાગે રે' પર ડાન્સ કરી રહી છે. વીડિયો શૅર કરતાં જાન્હવીએ એક સરસ કૅપ્શન પણ લખ્યું છે. અભિનેત્રીએ લખ્યું છે, "જ્યારે તમે સંતુલન ખોઇ બેસો તો તમારે ઇમ્પ્રોવાઇઝ કરતાં એક ડ્રામેટિક એન્ડ કરવું જોઇએ." જાન્હવીએ વીડિયોના કૅપ્શનમાં આ વાત એટલા માટે લખવામાં આવી છે કારણકે વીડિયો પૂરો થતાં પોતાનું સંતુલન ખોઇને અરીસા પાસે પડી જાય છે. કુલ મળીને એક્ટ્રેસનો આ વીડિયો ખૂબ જ સરસ છે. એક્ટ્રેસના વીડિયો પર તેના કૉ સ્ટાર રાજકુમાર રાવે પણ તેના વખાણ કર્યા છે. રાજકુમારે જાન્હવીના વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું, "વાહ અતિ સુંદર જાન્હવી"

આમ તો અભિનેત્રીની તસવીરો અને વીડિયો મોટાભાગે વાયરલ થતાં રહે છે, પણ ડાન્સિંગ વીડિયોની વાત કરીએ તો કેટલાક સમય પહેલા તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં જબરજસ્ત બેલી ડાન્સ કરતી દેખાતી હતી. પિન્ક ટૉપ અને વ્હાઇટ શૉર્ટ્સમાં બેલી ડાન્સ કરતાં જાન્હવી કપૂરનો તે વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી તાજેતરમાં જ નેટફ્લિક્સની વેબસીરીઝ 'ઘોસ્ટ સ્ટોરીઝ'માં જોવા મળી હતી અને હવે એક પછી એક ઘણી ફિલ્મોમાં દેખાવાની છે. જાન્હવી ટૂંક સમયમાં જ ગુંજન સક્સેનાના જીવન પર આધારિત ફિલ્મ 'ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ', 'રૂહી-અફ્ઝા' અને 'દોસ્તાના-2'માં દેખાવાની છે.

janhvi kapoor bollywood bollywood news bollywood gossips