ઇન્સાઇડ એજ 2 માટે ડૅડી પાસે ટ્રેઇનિંગ લઈ રહ્યો છે અંગદ બેદી

21 November, 2019 10:00 AM IST  |  Mumbai

ઇન્સાઇડ એજ 2 માટે ડૅડી પાસે ટ્રેઇનિંગ લઈ રહ્યો છે અંગદ બેદી

અંગદ બેદી

વેબ-સિરીઝ ‘ઇન્સાઇડ એજ 2’ માટે ડૅડી બિશન સિંહ બેદી પાસેથી અંગદ બેદી ક્રિકેટની ટ્રેઇનિંગ લઈ રહ્યો છે. આ વેબ-સિરીઝમાં અરવિંદ વશિષ્ઠનું પાત્ર અંગદ ભજવી રહ્યો છે. આ વેબ-સિરીઝમાં સંજય સુરી, સયાની ગુપ્તા અને સિદ્ધાંત ચતુર્વેદી પણ જોવા મળશે. આ સિરીઝ ૬ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. બાળપણથી જ તે તેનાં ડૅડી પાસેથી ક્રિકેટનાં પાઠ શીખી રહ્યો હતો. બાળપણને યાદ કરતા અંગદ બેદીએ કહ્યું હતું કે ‘મને આજે પણ યાદ છે કે બાળપણમાં હું વધુ સમય સુધી ક્રિકેટનાં મેદાનમાં રહેતો હતો. કોઈને પણ મારી હિલચાલની અને મારી ગેમ પ્રોસેસની જાણ નહોતી થતી. એથી એ કહેવાની પણ જરૂર નથી કે મારા કૉચ કોણ હતાં. તેઓ મને એક કૉચની સાથે જ મારા પિતા તરીકે પણ સારી રીતે ઓળખતા હતાં. અમે વહેલી સવારે સાડા ચાર વાગે કપરા સેશન માટે જતા હતાં. ત્યાર બાદ હું પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડ પર જતો હતો. ટ્રેઇનિંગ બાદ પણ અમે કેટલીક ઓવર્સની ગેમ રમતા હતા. મારા સપનાને પૂરા કરવા માટે મારા ડૅડી હંમેશાં મારો સપોર્ટ કરતા હતાં. ૧૭ વર્ષની ઉંમરે મેં ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો હતો. આ સાંભળીને તેમનું દિલ તો તૂટ્યું, પરંતુ તેમણે કદી પણ મારી ઇચ્છાને પૂરી કરવા માટે વાંધો નહોતો ઉઠાવ્યો. હું હવે જ્યારે પણ તેમની પાસે મદદ માગુ છું, તેઓ હંમેશાં મારી પડખે ઊભા રહે છે. તેઓ એક ટાસ્કમાસ્ટરની જેમ એ વાતની ખાતરી રાખે છે કે મારે બધા ટફ શોટ આવડવા જોઈએ. હું એમ કહી શકું છું કે હું મારી જાતને જ સરપ્રાઇઝ આપી શકું છું. મારુ આ પર્ફોર્મન્સ મારા ડૅડીને સમર્પિત છે. તેમના કામની અસર મારા પર્ફોર્મન્સમાં દેખાય છે.’

angad bedi entertaintment