11 August, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનીત અને અહાનની મમ્મી એક મૉલમાં પણ જોવા મળ્યાં હતાં
અહાન પાંડે અને અનીત પડ્ડાએ ફિલ્મ ‘સૈયારા’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું છે અને આ ફિલ્મ સુપરહિટ બનતાં બન્ને રાતોરાત સ્ટાર બની ગયાં છે. આ ફિલ્મની સફળતા બાદ ફૅન્સ એ જાણવા ઉત્સુક છે કે અહાન વાસ્તવિક જીવનમાં કોને ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં અહાન અને અનીતના કેટલાક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા, એના પછી અફવા ઊડી કે બન્ને રિયલ લાઇફમાં એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હવે ખબર પડી છે કે અનીત તો અહાનની માતા ડીન પાંડેની પણ અત્યંત નિકટ છે અને હાલમાં ડીન સાથે અનીતની સોશ્યલ મીડિયા-ચૅટનો એક ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.
ડીન પાંડેએ તાજેતરમાં સોશ્યલ મીડિયા સ્ટોરીઝ પર જણાવ્યું કે તેને અહાનના ડેબ્યુ માટે ઘણા મેસેજ મળી રહ્યા છે. આ દરમ્યાન અનીતનો એક અનસીન મેસેજ ચર્ચામાં આવ્યો, જેમાં તેણે ડીનને લખ્યું કે તમારી પાસેથી શીખું છું. અનીતના આ મેસેજે ફૅન્સનું ધ્યાન ખેંચ્યું અને તેમને લાગે છે કે અહાન અને અનીત રિલેશનશિપમાં છે.
તાજેતરમાં અહાન, અનીત અને અહાનની મમ્મી એક મૉલમાં પણ જોવા મળ્યાં હતાં. આ સમયે અહાન અને અનીતે માસ્ક પહેર્યો હોવા છતાં તેમની કેમિસ્ટ્રી તરત નજરે ચડી ગઈ હતી.