અનીત અને અહાન સાચે જ પડી ગયાં છે પ્રેમમાં

21 September, 2025 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક મીડિયા-રિપોર્ટમાં આ બન્ને સ્ટાર્સની રિલેશનશિપનો ખુલાસો કરવામાં આવ્યો

અનીત પડ્ડા અઅને અહાન પાંડે

યશરાજ ફિલ્મ્સની ‘સૈયારા’ને બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા મળી છે અને એને કારણે ફિલ્મના બે નવોદિત લીડ સ્ટાર્સ અનીત પડ્ડા અઅને અહાન પાંડે રાતોરાત સફળતાની ટોચ પર પહોંચી ગયાં છે. ફિલ્મમાં આ બન્નેની  કેમિસ્ટ્રી જબરદસ્ત હતી અને ફિલ્મની રિલીઝ પછી રિયલ લાઇફમાં પણ તેમની વચ્ચે ગાઢ મિત્રતા જોવા મળી રહી છે. તેમના આ સંબંધોને કારણે તેઓ રિયલ લાઇફમાં રિલેશનશિપમાં છે એવી ચર્ચા શરૂ થઈ છે અને હાલમાં આવેલા એક મીડિયા-રિપોર્ટમાં આ વાત કન્ફર્મ થઈ છે. 

એક મીડિયા-રિપોર્ટમાં ‘સૈયારા’ના નિર્માતા આદિત્ય ચોપડાની નજીકની એક વ્યક્તિને ટાંકીને કન્ફર્મ કરવામાં આવ્યું છે કે અહાન અને અનીત વાસ્તવમાં સીક્રેટ રીતે ડેટિંગ કરી રહ્યાં છે અને જાણીજોઈને આ રિલેશનશિપને છુપાવી રહ્યાં છે. આ વ્યક્તિએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘અહાન અને અનીતની લવ-સ્ટોરી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર વાર્તાઓમાંની એક છે. ‘સૈયારા’ના શૂટિંગ દરમ્યાન આ સંબંધોની શરૂઆત થઈ હતી. અનીત નિર્દોષ અને નાજુક હતી. અહાને શૂટિંગ દરમ્યાન તેની કાળજી લીધી હતી. તેઓ કામ કરતાં-કરતાં નજીક આવ્યાં અને આખરે મિત્રતા ઊંડા પ્રેમમાં બદલાઈ ગઈ. અનીત અને અહાન કમિટેડ રિલેશનશિપમાં છે.’

ahaan panday aneet padda bollywood buzz bollywood news bollywood entertainment news sex and relationships