શૉર્ટ-કટ તરીકે ડબલ મી​નિંગ ડાયલૉગ્સનો ઘણોખરો ઉપયોગ કરે છે : અનીસ બઝમી

28 October, 2019 10:58 AM IST  |  મુંબઈ

શૉર્ટ-કટ તરીકે ડબલ મી​નિંગ ડાયલૉગ્સનો ઘણોખરો ઉપયોગ કરે છે : અનીસ બઝમી

અનિઝ બઝમી

‘પાગલપંતી’નાં ડિરેક્ટર અનીસ બઝમીનું માનવુ છે કે ફિલ્મોને એન્ટરટેઇનિંગ બનાવવા માટે આજ કાલ લોકો ડબલ મિનીંગ ડાયલૉગ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમણે ‘નો એન્ટ્રી’ અને ‘વેલકમ’ જેવી મનોરંજક ફિલ્મો બનાવી છે. જોકે પોતાની ફિલ્મોમાં આવા ડાયલૉગ્સનો ઉપયોગ નથી કરતાં એવુ જણાવતાં અનીસ બઝમીએ કહ્યું હતું કે ‘મારી ફિલ્મોમાં હું ડબલ મીનિંગ ડાયલૉગ્સ નથી લખતો. જોકે જે લોકો પોતાની ફિલ્મોમાં આવા ડાયલૉગ્સનો ઉપયોગ કરે છે મને તેમનાંથી કોઈ વાંધો નથી. મારુ માનવું છે કે જો તમારા પાસે દિમાગ હોય, લખવામાં તમારી હથોટી હોય અને સખત મહેનત કરવા માટે પણ તૈયાર હો તો મને લાગે છે કે તમને આવા શોર્ટ-કટ્સની જરૂર નથી. હું એક બાબત હંમેશાં મારા દિમાગમાં રાખુ છું કે બાળકોને શું જોવુ ગમશે અને શું નહીં ગમે.’

anees bazmee john abraham