અંધાધુન બોક્સ ઓફિસ કલેક્શન: ચીનમાં ફિલ્મની ધૂમ કમાણી

14 April, 2019 04:32 PM IST  | 

અંધાધુન બોક્સ ઓફિસ કલેક્શન: ચીનમાં ફિલ્મની ધૂમ કમાણી

ફિલ્મે 9 દિવસમાં કરી 150 કરોડથી વધુની કમાણી

આયુષ્માન ખુરાનાની અંધાધુન ચીનમાં ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ચીનમાં રિલીઝ થયાના માત્ર 9 દિવસમાં અંધાધુને ધુમ કમાણી કરતા આ આંકડો 150 કરોડથી વધારે થઈ ગયો છે. એક આંધળા બનવાનો ઢોંગ કરી રહેલા પિયાનો પ્લેયરની સ્ટોરીને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

ફિલ્મે 9 દિવસમાં કરી 150 કરોડથી વધુની કમાણી

શ્રીરામ રાઘવનના ડિરેક્શનમાં બનેલી આયુષ્માન ખુરાના, રાધિકા આપ્ટે અને તબ્બૂ સ્ટારર ફિલ્મ અંધાધુને ચીનમા બોક્સ ઓફિસ પર રિલીઝ થયા પછી 9 દિવસમાં કલેક્શનમાં ધૂમ જોરદાર વધારો થયો છે. અંધાધુને માત્ર 9 દિવસમાં 150.51 કરોડની કમાણી કરી છે. વાત એ છે કે ફિલ્મનું કલેક્શન વર્કિંગ દિવસોમાં પણ સતત વધી રહ્યું છે. આ ફિલ્મને રિલીઝ પણ ચાલુ દિવસમાં કરવામાં આવી હતી અને માત્ર 3 દિવસમાં 80 કરોડની કમાણી કરી હતી. અંધાધુન ચીનમાં એટલી હદ સુધી પસંદ કરવામાં આવી રહી છે કે ફિલ્મ નવા રેકોર્ડ બનાવવાની તરફ છે.

ફિલ્મને ચીનમાં 3 એપ્રિલે 5,000થી પણ વધારે સ્ક્રિન્સમાં રિલીઝ થયું હતું. અંધાધુન ભારતમાં 5 ઓક્ટોબર 2018ના રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મે પહેલા દિવસે 2 કરોડ 70 લાખની કમાણી કરી છે અને ટોટલ 74.59 કરોડની કમાણી કરી હતી. અંધાધુનને યુનિક સ્ટોરીમાની એક સ્ટોરી પણ માનવામાં આવે છે. આ ફિલ્મ બનાવવા માટે 22 કરોડનો ખર્ચ થયો હતો જેની સામે ફિલ્મ કમાણી ધૂમ થઈ રહી છે.