01 February, 2025 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંદાઝ ફિલ્મનું પોસ્ટર
૨૦૦૩માં આવેલી ફિલ્મ ‘અંદાઝ’ની સીક્વલ ‘અંદાઝ 2’ની જાહેરાત એના મેકર સુનીલ દર્શને કરી છે. ‘અંદાઝ’માં અક્ષય કુમાર, પ્રિયંકા ચોપડા અને લારા દત્તા હતાં;
જ્યારે ‘અંદાઝ 2’માં આયુષ કુમાર, આકાઇશા અને નતાશા ફર્નાન્ડિસ નામનાં ત્રણ નવાં કલાકાર છે. આ ફિલ્મમાં સંગીત નદીમ-શ્રવણવાળા નદીમનું છે અને ગીતો સમીરનાં છે.