જૉન અબ્રાહમ માટે સારી સ્ક્રિપ્ટ શોધી રહ્યો છું : આનંદ પંડિત

18 August, 2020 02:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જૉન અબ્રાહમ માટે સારી સ્ક્રિપ્ટ શોધી રહ્યો છું : આનંદ પંડિત

આનંદ પંડિત અને જૉન અબ્રાહમ

જૉન અબ્રાહમ (John Abraham) સાથે બ્લોકબસ્ટર હિટ્સની હેટ્રીક કરનારા પ્રોડ્યુસર આનંદ પંડિતે કહ્યું કે તે અભિનેતા સાથે ચોથી ફિલ્મ કરવા માટે એક સારી સ્ક્રિપ્ટ શોધી રહ્યા છે.

સત્યમેવ જયતે, બાટલા હાઉસ અને પાગલપંતીના પ્રોડ્યુસરે કહ્યું કે, જૉનના કેરેક્ટરના વજનના હિસાબે સારી સ્ટોરી મળવી સરળ નથી. લોકોને જૉનથી અપેક્ષાઓ ગણી છે તેથી તે હિસાબે સ્ટોરી પણ જોઈએ. હું સારી સ્ક્રિપ્ટની શોધમાં છું. જૉનની ફિલ્મ્સમાં એક્શનની સાથે સ્ટોરીટેલીંગ પણ હોવાથી લોકો માટે તે પ્યોર એન્ટરટેઈનમેન્ટ છે. અભિનેતાની ઈમાનદારી અને સમર્પણ જોતા તેની સાથે કામ કરવાની મજા આવે છે.

આનંદ પંડિત મોશન પિક્ચર્સે (Anand Pandit Motion Pictures) ટોટલ ધમાલ, સત્યમેવ જયતે, પીએમ નરેન્દ્ર મોદીથી લઈને બાટલા હાઉસ, બાઝાર અને સેક્શન 375 જેવી બોક્સ ઓફિસ હીટ્સ આપી છે.

john abraham bollywood news