ચેસના ગ્રૅન્ડ-માસ્ટર વિશ્વનાથન આનંદની બાયોપિક બનાવશે આનંદ એલ. રાય

14 December, 2020 08:58 PM IST  |  Mumbai | IANS

ચેસના ગ્રૅન્ડ-માસ્ટર વિશ્વનાથન આનંદની બાયોપિક બનાવશે આનંદ એલ. રાય

 ફિલ્મમેકર આનંદ એલ. રાય ભારતીય ચેસ ગ્રૅન્ડ-માસ્ટર વિશ્વનાથન આનંદની બાયોપિક બનાવશે. પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનનાર વિશ્વનાથન આનંદ તેમનો એકાવનમો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહ્યા છે એવામાં તેમને માટે તો આ બર્થ-ડે ગિફ્ટ ગણી શકાય. ફિલ્મને મહાવીર જૈન અને આનંદ એલ. રાય પ્રોડ્યુસ કરશે. આનંદ એલ. રાય ડિરેક્ટ પણ કરશે. હજી સુધી એ નક્કી નથી કરવામાં આવ્યું કે વિશ્વનાથન આનંદનું પાત્ર કોણ ભજવશે. આ ફિલ્મની જાહેરાત થતાં જ લોકોએ પોતાના મનપસંદ ઍક્ટર આ પાત્ર ભજવે એવી ઇચ્છા વ્યક્ત કરી છે. કેટલાક કહે છે કે અભિષેક બચ્ચને આ રોલ કરવો જોઈએ, તો કેટલાક કહે છે કે ગુલશન દેવૈયા તો કેટલાકનું માનવું છે કે ‘સ્કૅમ 1992’નો પ્રતીક ગાંધીએ આ ભૂમિકા ભજવવી જોઈએ. ફિલ્મની જાહેરાત કરતાં ટ્વિટર પર ટ્રેડ-ઍનલિસ્ટ અને ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટ્વીટ કર્યું હતું કે ‘વિશ્વનાથન આનંદની બાયોપિક બનવાની છે. ભારતીય ચેસ ગ્રૅન્ડ-માસ્ટર વિશ્વનાથન આનંદની બાયોપિક બનાવવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. બાયોપિકનું નામ આપવામાં નથી આવ્યું. એને આનંદ એલ. રાય ડિરેક્ટ કરશે. મહાવીર જૈન અને આનંદ એલ. રાય પ્રોડ્યુસ પણ કરશે.’

aanand l rai chess bollywood news entertainment news