આનંદકુમારે આનંદ મહિન્દ્રાની ડોનેશનની ઑફરને ઠુકરાવી

15 July, 2019 09:53 AM IST  |  મુંબઈ

આનંદકુમારે આનંદ મહિન્દ્રાની ડોનેશનની ઑફરને ઠુકરાવી

ગણિતશાસ્ત્રી આનંદકુમારે મહિન્દ્રા ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્રાએ કરેલી ડોનેશનની ઑફરને ઠુકરાવી દીધી છે. આનંદકુમારના જીવન પર ‘સુપર 30’ બનાવવામાં આવી છે. હૃતિક રોશન અભિનીત આ ફિલ્મ ૧૨ જુલાઈએ રિલીઝ થઈ છે. આનંદકુમાર સુપર 30 કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને ભણાવે છે. તેમના આ મિશનને નાણાકીય સપોર્ટ આપવા માટે આનંદ મહિન્દ્રા આગળ આવ્યા હતા. આનંદકુમાર સાથેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું હતું કે ‘આનંદકુમારે એક આર્ટિકલમાં કહ્યું હતું કે તેમણે તેમના અભિયાનને ફન્ડ આપવાની મારી ઑફરનો અસ્વીકાર કર્યો છે. હું જ્યારે તેમને મળ્યો ત્યારે તેમણે મારી મદદને ઠુકરાવી દીધી હતી. હું એ વાતની પુષ્ટિ કરું છું. અનેક લોકોનાં જીવનને સકારાત્મક દિશા આપનારા તેમના પ્રયાસથી હું તેમનો પ્રશંસક બની ગયો છું.’

anand mahindra hrithik roshan bollywood