સોનુ સૂદના નામે તેલંગણામાં શરૂ કરવામાં આવી ઍમ્બ્યુલન્સ સર્વિસ

22 January, 2021 06:25 PM IST  |  Mumbai | Mumbai correspondent

સોનુ સૂદના નામે તેલંગણામાં શરૂ કરવામાં આવી ઍમ્બ્યુલન્સ સર્વિસ

સોનુ સૂદના નામે તેલંગણામાં શરૂ કરવામાં આવી ઍમ્બ્યુલન્સ સર્વિસ

તેલંગણા અને આંધ્રપ્રદેશમાં સોનુ સૂદના નામે ઍમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવામાં આવી છે. સોનુ સૂદે લૉકડાઉન દરમ્યાન અનેક લોકોને તેમના ઘરે પહોંચાડ્યા હતા અને લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી છે. જરૂરતમંદ વિદ્યાર્થીઓને ઑનલાઇન સ્ટડીઝ માટે સ્માર્ટ ફોન્સ ફાળવી આપ્યા છે. તો સાથે જ એક ઍપના માધ્યમથી લોકોને રોજગાર પણ અપાવ્યા છે.
તેની આવી જ સેવાને ધ્યાનમાં રાખતાં તેલંગણા અને આંધ્રપ્રદેશમાં જરૂરિયાતમંદ લોકોને મેડિકલ ફૅસિલિટીઝ પૂરી પાડવા માટે ઍમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવામાં આવી છે. એને સોનુ સૂદ ઍમ્બ્યુલન્સ સર્વિસ નામ આપવામાં આવ્યું છે. સોશ્યલ મીડિયા યુઝરે કરેલા આ ટ્વીટને રિપ્લાય આપતાં સોનુ સૂદે ટ્વીટ કર્યું હતું કે ‘આ આપણું પહેલું પગલું છે... હજી ઘણા માઇલ્સ જવાનું છે. થૅન્ક યુ સર.’

bollywood bollywood news bollywood gossips sonu sood