‘ઍન ઍક્શન હીરો’ની બૉક્સ ઑફિસ પર નો ઍક્શન

04 December, 2022 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુષમાન ખુરાનાની ‘ઍન ઍક્શન હીરો’ શુક્રવારે બૉક્સ-ઑફિસ પર ઍક્શન દેખાડવામાં નિષ્ફળ રહી છે.

‘ઍન ઍક્શન હીરો’ની બૉક્સ ઑફિસ પર નો ઍક્શન

આયુષમાન ખુરાનાની ‘ઍન ઍક્શન હીરો’ શુક્રવારે બૉક્સ-ઑફિસ પર ઍક્શન દેખાડવામાં નિષ્ફળ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે જયદીપ અહલાવત પણ જોવા મળી રહ્યો છે. ૧૪ ઑક્ટોબરે આયુષમાનની ‘ડૉક્ટર G’ રિલીઝ થઈ હતી. એ સોશ્યલ કૉમેડીએ રિલીઝના પહેલા દિવસે ૩.૮૭ કરોડનો બિઝનેસ કર્યો હતો. એ ફિલ્મની સરખામણીએ તેની ‘ઍન ઍક્શન હીરો’એ ખૂબ ઓછું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે પહેલા દિવસે ૧.૩૧ કરોડનો બિઝનેસ કર્યો છે. 

bollywood news ayushmann khurrana nora fatehi