30 April, 2022 01:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમૃતા ખાનવિલકરે તેની ફિલ્મ ‘ચંદ્રમુખી’ના ગીતે મુંબઈ ઍરપોર્ટ પર કર્યું ફ્લૅશ મૉબ
અમૃતા ખાનવિલકરે શુક્રવારે રિલીઝ થયેલી તેની મરાઠી ફિલ્મ ‘ચંદ્રમુખી’ના ‘ચંદ્રા’ ગીત પર મુંબઈ ઍરપોર્ટ પર શાનદાર પર્ફોર્મન્સ આપ્યો હતો. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પર્ફોર્મન્સ આપીને અમૃતા ખૂબ ખુશ થઈ ઊઠી હતી. એ વિશે અમૃતાએ કહ્યું કે ‘આ ફિલ્મે મને લાઇફટાઇમ યાદ રહી જાય એવો અનુભવ આપ્યો છે. ફિલ્મના ઑન-સ્ક્રીન જાદુને આ પર્ફોર્મન્સ દ્વારા રેલાવવાની મને અતિશય ખુશી થઈ છે.’
આ ફિલ્મમાં અમૃતાની સાથે આદિનાથ કોઠારે પણ લીડ રોલમાં છે. ફિલ્મ વિશે આદિનાથે કહ્યું કે ‘ફિલ્મ ‘ચંદ્રમુખી’ને લૉન્ચ કરવાની બાબતને લઈને મેકર્સ કોઈ પણ કચાશ બાકી નહોતા રાખવા માગતા. આ અનુભવ મળ્યો એ બદલ હું તેમનો આભારી છું.’
ફિલ્મને અક્ષય બરદાપુરકરે પ્રોડ્યુસ અને પ્રસાદ ઓકે ડિરેક્ટ કરી છે. ફિલ્મ વિશે અક્ષય બરદાપુરકરે કહ્યું કે ‘અમે ફિલ્મ અને દર્શકોની અપેક્ષાએ ખરા ઊતરવા માગીએ છીએ. અમારા પ્રમોશન્સના માધ્યમથી અમે લોકોને જણાવવા માગીએ છીએ કે તમારાં સપનાંમાં ભરોસો રાખો અને એને પૂરાં કરો.’
મરાઠી ફિલ્મના ભવિષ્ય વિશે પ્રસાદ ઓકે કહ્યું કે ‘ફિલ્મ ‘ચંદ્રમુખી’ મરાઠી સિનેમાને બદલી નાખશે. અમને એ વાતની ખુશી છે કે અમે એને યોગ્ય પ્લૅટફૉર્મ આપવામાં સક્ષમ થયા છીએ.’