અમિતાભ બચ્ચનને ‘મહારાષ્ટ્રિયન ઑફ ધ યર’નો અવૉર્ડ

23 December, 2011 06:47 AM IST  | 

અમિતાભ બચ્ચનને ‘મહારાષ્ટ્રિયન ઑફ ધ યર’નો અવૉર્ડ

 

આ અવૉર્ડ વિશે તેમણે પોતાના બ્લૉગ પર લખ્યું હતું કે ‘મને આજે એક વધુ અવૉર્ડ ‘મહારાષ્ટ્રિયન ઑફ ધ યર’ એટલે કે ‘માનબિંદુ’ મળ્યો છે અને એ પણ દેશનાં પ્રેસિડન્ટ પ્રતિભા પાટીલ તરફથી. આ અવૉર્ડ મને મળ્યો છે એ માટે હું ઘણો આભારી છું અને ગર્વ અનુભવ કરું છું.’

બિગ બીએ તેમનો આ અવૉર્ડ મુંબઈ શહેરને સમર્પિત કર્યો હતો અને લખ્યું હતું કે ‘મારા જીવનનાં ૭૦ વર્ષનો લગભગ ૩/૪ ભાગ મેં મુંબઈમાં વિતાવ્યો છે. મારાં માતા-પિતાના સંસ્કાર ઉપરાંત આ ૪૨ વર્ષમાં મેં જે કંઈ પણ મેળવ્યું છે એ આ સ્વર્ણિમ શહેર અને એમાં રહેનારા લોકોને કારણે છે. આ માટે હું તેમનો આભારી છું.’

બિગ બી ઉપરાંત દિલીપકુમારને પણ આ સમારંભમાં એન્ટરટેઇનમેન્ટ જગતમાં તેમના યોગદાન બદલ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ મળ્યો હતો. આ માટે અમિતાભ બચ્ચને તેમના બ્લૉગમાં દિલીપકુમારને અભિનંદન આપ્યાં હતાં.