ફ્રેન્ડશિપ ડે પર અમિતાભ બચ્ચને અનોખી રીતે યાદ કર્યા ધર્મેન્દ્ર ને શત્રુઘ્ન સિંહાને

08 August, 2016 03:55 AM IST  | 

ફ્રેન્ડશિપ ડે પર અમિતાભ બચ્ચને અનોખી રીતે યાદ કર્યા ધર્મેન્દ્ર ને શત્રુઘ્ન સિંહાને




અમિતાભ બચ્ચને ગઈ કાલે ફ્રેન્ડશિપ ડેના અવસરે ફિલ્મ્ા-ઇન્ડસ્ટ્રીના તેમના મિત્રો ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહાને વિશ કર્યું હતું તથા તેમની સાથેના પોતાના ફોટો પણ ટ્વિટર પર શૅર કર્યા હતા. અમિતાભ બચ્ચને એક એવો ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓ ‘શોલે’ના એક દૃશ્યની ફોટોફ્રેમ જોઈ રહ્યા છે. આ ફોટો સાથે તેમણે લખ્યું કે ‘કુછ પલ યાદગાર હો જાતે હૈં... હમેશાં કે લિએ... હૅપી ફ્રેન્ડશિપ ડે.’ શત્રુઘ્ન સિંહાના ફોટો સાથે તેમણે લખ્યું કે ‘અય દોસ્ત તેરી દોસ્તી કી કમી હર પલ મેહસૂસ હોતી હૈ... જબ સુનતે હૈં ખામોશ લફ્ઝ કિસીકી ઝુબાન સે તુમ્હારી યાદ અપને આપ આ જાતી હૈ...’