05 May, 2024 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર રજનીકાન્ત લગભગ ૩૩ વર્ષ બાદ ‘વેટ્ટૈયન’ નામની સાઉથની ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. રજનીકાન્ત સાથેનો સેટ પરનો ફોટો અમિતાભ બચ્ચને શૅર કર્યો છે. એમાં બન્ને એકમેકને ભેટી રહ્યા છે. તેમણે ૧૯૯૧માં આવેલી ‘હમ’માં સાથે કામ કર્યું હતું. ત્રણ દાયકા બાદ હવે ફરીથી તેમનો જાદુ ફિલ્મમાં દેખાવાનો છે. ફિલ્મનું ૮૦ ટકા શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે. ફિલ્મ આ વર્ષે ઑક્ટોબરમાં રિલીઝ થવાની છે. રજનીકાન્ત સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી, ‘હું સન્માનિત છું કે મને થલા ધ ગ્રેટ રજની સાથે ફરીથી કામ કરવાની તક મળી છે. તેઓ જરા પણ બદલાયા નથી. તેમની મહાનતા છે કે તેઓ આજે પણ સીધાસાદા અને વિનમ્ર છે.’