અમિતાભ બચ્ચન ફેસબુકથી નારાજ

26 June, 2017 05:24 AM IST  | 

અમિતાભ બચ્ચન ફેસબુકથી નારાજ

૭૪ વર્ષના અમિતાભે ટ્વિટર પર જણાવ્યું હતું કે હેલો ફેસબુક, જાગો. મારું પેજ સંપૂર્ણપણે ઓપન થઈ શકતું નથી. ઘણા દિવસોથી આવું ચાલી રહ્યું છે. તમને ફરિયાદ કરવા માટે મારે ટ્વિટરનો ઉપયોગ કરવો પડ્યો છે.

અમિતાભ બચ્ચન અને આમિર ખાને માણી મોકળાશ

અમિતાભ બચ્ચન અને આમિર ખાન માલ્ટામાં ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’નું શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મના વ્યસ્ત શેડ્યુલમાંથી બન્નેએ ટૂંકો બ્રેક લીધો હતો. એનો ફોટો અમિતાભે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો અને કૅપ્શનમાં જણાવ્યું હતું કે માલ્ટામાં થકવી નાખનારા શૂટિંગમાંથી ઠગ્સ ઑફ હિન્દોસ્તાંને થોડો સમય માટે મળી રાહત.