વિદ્યા પાસેથી ઘણુંબધું શીખવા મળ્યું છે અમિત સાધને

02 August, 2020 07:07 PM IST  |  Mumbai Desk | Agencies

વિદ્યા પાસેથી ઘણુંબધું શીખવા મળ્યું છે અમિત સાધને

અમિત સાધ

અમિત સાધનું કહેવું છે કે ‘શકુંતલાદેવી : અ હ્યુમન કમ્પ્યુટર’માં કામ કરીને તેને વિદ્યા બાલન પાસેથી ઘણુંબધું શીખવા મળ્યું છે. અનુ મેનનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ મૅથેમૅટિશ્યન શકુંતલાદેવીના જીવન પર આધારિત છે. તેઓ ગણીતના અઘરા દાખલાઓ ઘડીના છઠ્ઠા ભાગમાં ઉકેલી શકે છે. ફિલ્મમાં વિદ્યા બાલનના લુકનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિત સાધે કૅપ્શન આપી હતી, ‘હું ખૂબ જ નસીબદાર છું અને આ મહિને મને એક એકથી ચડિયાતા પ્રોજેક્ટ્સ કરવાની તક મળી છે એને લઈને હું આભારી છું. મારા પર પ્રેમ વરસાવવા બદલ દરેક વ્યક્તિનો આભાર. આશા રાખું છું કે હું આ રીતે સતત મારું બેસ્ટ પર્ફોર્મન્સ આપું. હું એક દર્શક તરીકે મારા કામને જોવા માટે ઉત્સાહી છું. એથી હું માત્ર ને માત્ર વિદ્યા બાલન માટે ‘શકુંતલાદેવી’ જોવાનો છું. મને તેમના પર અસીમ પ્રેમ છે. તેઓ ખૂબ અદ્ભુત છે. મને તેમની સાથે કામ કરવાની તક મળી એથી હું ખૂબ ખુશ છું. તમે આ અનુભવને ખૂબ જ ખાસ બનાવ્યો છે. મને તમારી પાસેથી ઘણુંબધું શીખવા મળ્યું છે અને સતત શીખતો રહીશ. તમે જેવાં છો એવાં બની રહેવા બદલ થૅન્ક યુ. તમે અદ્ભુત છો.’

bollywood amit sadh bollywood gossips bollywood news vidya balan