સુલતાનમાં યંગ સલમાન ખાનનો રોલ કરશે અમિત સાધ?

14 December, 2015 05:07 AM IST  | 

સુલતાનમાં યંગ સલમાન ખાનનો રોલ કરશે અમિત સાધ?



અમિત સાધે વધુ વિગતો આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે ‘હું કાંઈ કહી ન શકું. પ્રોડ્યુસર્સ યોગ્ય સમયે એની જાહેરાત કરશે.’ આ ફિલ્મમાં સલમાન ૪૦ વર્ષના કુસ્તીબાજ ‘સુલતાન’ની ભૂમિકા ભજવશે.

‘બજરંગી ભાઈજાન’ના સ્ટાર સલમાને આ પાત્ર ભજવવા માટે નોંધપાત્ર પ્રમાણમાં તેનું વજન વધાર્યું છે. વળી ફિલ્મમાં જરૂરી લુક અપનાવવા માટે હેરસ્ટાઇલ સહિત કેટલીક બાબતોમાં ફેરફાર પણ કર્યા છે. ફિલ્મ આવતા વર્ષે ઈદ દરમ્યાન રિલીઝ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જોકે એ જ દિવસે શાહરુખ ખાનની ફિલ્મ ‘રઈસ’ની પણ રિલીઝ-ડેટ નક્કી થઈ છે.

સલમાનની સુલતાનમાં બે નવી હિરોઇનોને પસંદ કરાશે?

સલમાન ખાનની ‘સુલતાન’માં બે હિરોઇનો જોવા મળશે એવી વાતો હાલમાં બૉલીવુડમાં ચાલી રહી છે. આ ફિલ્મ માટે અત્યાર સુધી ઘણી અભિનેત્રીઓનાં નામ ચર્ચાઈ ગયાં છે, પરંતુ મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં બન્ને નવી હિરોઇનને પસંદ કરવામાં આવશે. એક હિરોઇન લીડ રોલમાં હશે, જ્યારે બીજી હિરોઇનનું પાત્ર નાનું પરંતુ મહત્વનું હશે.