આવતા વર્ષે આમિરની એક પણ ફિલ્મ નહીં

04 December, 2014 05:55 AM IST  | 

આવતા વર્ષે આમિરની એક પણ ફિલ્મ નહીં



પરંતુ ૨૦૧૫માં નાતાલના અવસરે આમિરની એક પણ ફિલ્મ રિલીઝ નહીં થાય એ ચોક્કસ કહી શકાય, કેમ કે આમિર ૨૦૧૫ના જાન્યુઆરીમાં પણ કોઈ ફિલ્મ સાઇન કરે તો તેના પર્ફેક્શનિસ્ટ સ્વભાવને જોતાં એટલું તો કહી શકાય કે આમિરની કોઈ ફિલ્મ ૨૦૧૬ સુધીમાં તો કમ્પ્લીટ ન જ થાય. જો આમિર સારી સ્ક્રિપ્ટની તલાશમાં ભટકતો રહેશે તો આગામી બે વર્ષ તેના પ્રતિસ્પર્ધી શાહરુખ ખાન અને સલમાન ખાનને બૉક્સ-ઑફિસ પર મોકળું મેદાન મળી શકે છે.

જોકે આમિર ખાન નાતાલમાં રિલીઝ થનારી ફિલ્મ ‘કટત્’ને કારણે ફરીથી ચર્ચામાં તો રહેશે જ. એ ઉપરાંત ટીવી પર તેનો શો ‘સત્યમેવ જયતે’ પણ પૉપ્યુલર હોવાથી ભલે ફિલ્મ રિલીઝ નહીં થાય તો પણ ૨૦૧૫માં આમિરની લોકપ્રિયતાને કોઈ આંચ નહીં આવે.