આમિર ખાનની દીકરી ઇરા બહુ જલદી બનશે ડિરેક્ટર

23 August, 2019 12:07 PM IST  |  મુંબઈ

આમિર ખાનની દીકરી ઇરા બહુ જલદી બનશે ડિરેક્ટર

આમિર ખાનની દીકરી ઇરા બહુ જલદી બનશે ડિરેક્ટર

બૉલીવુડના સેલિબ્રિટી કિડ્સ એક તરફ હીરો અને હિરોઇન બનવા તરફ પ્રયાણ કરી રહ્યાં છે ત્યારે આમિર ખાનની દીકરી ઇરા ડિરેક્શન તરફ વળી છે. ઇરાના ફોટોશૂટને લઈને એવી ચર્ચા ચાલી હતી કે તે ઍક્ટિંગમાં ડેબ્યુ કરવા માટે તૈયારી કરી રહી છે. જોકે તે કૅમેરા પાછળની તૈયારી કરી રહી છે. તે કોઈ ફિલ્મને નહીં, પરંતુ નાટકને ડિરેક્ટ કરી રહી છે. ગ્રીક ટ્રેજેડી ‘યુરિપાઇડ્સ મેડિયા’ને તે બહુ જલદી ડિરેક્ટ કરશે. આ નાટકને ડિસેમ્બરમાં મુંબઈમાં લૉન્ચ કરવામાં આવશે. ત્યાર બાદ ઇન્ડિયાના પસંદીદા શહેરમાં એને ભજવવામાં આવશે. બહુ જલદી નાટક માટે રિહર્સલ પણ કરવામાં આવશે.

aamir khan