દિલ ૨માં હું આમિરને નહીં લઉં : ઇન્દ્ર કુમાર

13 October, 2014 04:43 AM IST  | 

દિલ ૨માં હું આમિરને નહીં લઉં : ઇન્દ્ર કુમાર

તમે તમારી પોતાની જૂની ફિલ્મોની રીમેક કરવાનો ઇરાદો ધરાવો છો? એના જવાબમાં ઇન્દ્ર કુમારે જણાવ્યું હતુ કે ‘હું ‘દિલ ૨’ બનાવીશ, પરંતુ એમાં હું આમિરને રોલ નહીં આપી શકું. એ રોલને ન્યાય આપી શકે એવો ચહેરો લઈશ.’

જોકે આ પ્રોજેP હજી શરૂ નથી થયો. ઇન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ‘ગ્રૅન્ડ મસ્તી’ જેવી ઍડલ્ટ કૉમેડીઓ હું બનાવતો રહીશ. જ્યારે મેં ‘મસ્તી’ બનાવી હતી ત્યારે ઇન્ડસ્ટ્રીના લોકો મારા પર હસતા હતા છતાં મેં આગળ વધીને ‘ગ્રૅન્ડ મસ્તી’ બનાવી હતી. મારે માટે જનતા અગત્યની છે અને આવી ફિલ્મો હું બનાવતો રહીશ.’

નવી ફિલ્મ ‘સુપર નાની’માં તેમણે રેખાને સાઇન કરી છે. ઇન્દ્ર કુમાર જણાવે છે કે સ્ક્રિપ્ટ વાંચતાંની સાથે જ રેખા કામ કરવા તૈયાર થઈ ગઈ હતી. મેં રેખાને સમજાવવાનો પ્રયાસ નહોતો કર્યો. તેને સ્ક્રિપ્ટ ગમી ગઈ અને તે કામ કરવા તૈયાર થઈ ગઈ. જ્યારે તમે આ ફિલ્મ  જોશો ત્યારે તમને જાણ થશે કે રેખાએ ફિલ્મમાં કેટલી મહેનત કરી છે.’