આમિર ખાનને ઢીલ મોંઘી પડી

31 October, 2011 08:00 PM IST  | 

આમિર ખાનને ઢીલ મોંઘી પડી

 

જોકે આ ટાઇટલ પહેલાંથી જ રજિસ્ટર થઈ ગયું હોવાથી લાંબી વિચારણા પછી તેણે આ ફિલ્મ બનાવવાનો વિચાર પડતો મૂક્યો હતો.


આ મુદ્દે વાત કરતાં આમિર ખાનના પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘આમિર ખાનના ભાણેજ ઇમરાન ખાનની લૉન્ચિંગ ફિલ્મ ‘જાને તૂ યા જાને ના’ના સુપરહિટ ગીત ‘પપ્પુ કાન્ટ ડાન્સ સાલા’ પરથી આમિર મિત્ર સલમાનને લઈને આ નામની મ્યુઝિકલ ફિલ્મ બનાવવા માગતો હતો. ‘જાને તૂ યા જાને ના’ની રિલીઝ પછી જ્યારે એની ઉજવણીનો ઉત્સાહ થોડો ઓછો થયો ત્યારે આમિરને ખબર પડી છે કે ‘પપ્પુ કાન્ટ ડાન્સ સાલા’ ટાઇટલ તો બીજા ડિરેક્ટરે રજિસ્ટર કરાવી લીધું છે. આમિર જ્યારે તેની ટીમ સાથે સલમાનને ઑફર કરવા માટે ધારેલી આ ફિલ્મની ચર્ચા કરી રહ્યો હતો ત્યારે જ કોઈએ જણાવ્યું કે આ નામથી તો સૌરભ શુક્લાએ વિનય પાઠક અને નેહા ધુપિયાને લઈને ફિલ્મ બનાવવાની શરૂઆત કરી દીધી છે. આ સાંભળીને આમિરને અહેસાસ થયો કે તે થોડો મોડો પડ્યો છે અને તેને તેની ઢીલ મોંઘી પડી છે. આખરે આમિરે પછી સલમાન સાથે બનાવવા ધારેલી આ મ્યુઝિકલ ફિલ્મ પડતી મૂકવાનો નિર્ણય લઈ લીધો હતો.’