જ્યુરી અવૉર્ડ માટે નૉમિનેટ હોવા છતાં ઇન્વાઇટ નહોતો કર્યો:વિક્રાન્ત મૅસી

07 July, 2020 08:49 PM IST  |  Mumbai | Agencies

જ્યુરી અવૉર્ડ માટે નૉમિનેટ હોવા છતાં ઇન્વાઇટ નહોતો કર્યો:વિક્રાન્ત મૅસી

વિક્રાન્ત મેસી

વિક્રાન્ત મૅસીએ જણાવ્યું હતું કે તેનું નામ એક પ્રસિદ્ધ અવૉર્ડ ફંક્શનમાં જ્યુરી અવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવ્યું હતું, પરંતુ તેને ફંક્શનમાં ઇન્વાઇટ નહોતો કરવામાં આવ્યો. તેનું કહેવું છે કે નેપોટિઝમ દરેક ક્ષેત્રમાં અસ્તિત્વ ધરાવે છે. તેણે હાલમાં જ ઇન્ડસ્ટ્રીની સિસ્ટમ ક્યારે નિષ્પક્ષ બનશે એ વિશે ટ્વીટ કર્યું હતું. એ વિશે જણાવતાં વિક્રાન્ત મૅસીએ કહ્યું હતું કે ‘મારી એ પ્રતિક્રિયા ઇન્ડસ્ટ્રીમાં ચાલતી સિસ્ટમ પર હતી. ફેમસ કલાકાર સાથે ફિલ્મ બનાવવામાં કોઈ વાંધો નથી, કારણ કે ફિલ્મમેકિંગ એક બિઝનેસ છે. એ ટ્વીટને લઈને હું એમ કહેતો હતો કે અન્ય ઍક્ટર્સને પણ તો આમંત્રણ આપવું જોઈએ. આવું મારી સાથે પણ થયું છે. મને આજે પણ યાદ છે કે મને એક ફેમસ અવૉર્ડ ફંક્શનમાં બેસ્ટ ઍક્ટર જ્યુરી અવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવ્યો તો હતો, પરંતુ ફંક્શન માટે મને ઇન્વાઇટ નહોતો કરવામાં આવ્યો. એથી શું હું હતાશ થયો? નહીં. એનાથી મને કોઈ ફરક નથી પડ્યો, કેમ કે સિસ્ટમ જ આવી છે. હું માત્ર મારા કામ પર જ ધ્યાન આપું છું.’

bollywood bollywood news bollywood gossips vikrant massey