દિલ બેચારામાં ઍક્ટિંગની સાથે સાહિલ વૈદ પણ અસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યો હતો

21 July, 2020 08:02 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

દિલ બેચારામાં ઍક્ટિંગની સાથે સાહિલ વૈદ પણ અસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યો હતો

દિલ બેચારા

ઍક્ટિંગની સાથે ‘દિલ બેચારા’ માટે એક દિવસ માટે અસિસ્ટન્ટ ડિરેક્ટર બનીને ખુશ છે સાહિલ વૈદ્ય. આ ફિલ્મમાં સાહિલ જેપીના રોલમાં છે. તેણે ફિલ્મમેકિંગનો કોર્સ પણ કર્યો છે. ડિરેક્ટર મુકેશ છાબરાની આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંઘી સાથે સાહિલ વૈદ પણ મહત્ત્વના રોલમાં છે. પોતાના રોલ વિશે સાહિલ વૈદ કહ્યું હતું કે ‘મેં આજ સુધી ભજવેલા તમામ રોલમાંથી જેપીનો રોલ મને ખૂબ પસંદ છે. ‘દિલ બેચારા’ મારા માટે અનેક દૃષ્ટિએ ખાસ છે. સુશાંત, મુકેશ અને સંજના સાથે મારા જે સંબંધો બન્યા છે એને હું શબ્દોમાં વર્ણવી નથી શકતો. સાથે જ વધુ એક કારણ એ પણ છે કે મને એક દિવસ માટે આ ફિલ્મમાં ઍક્ટિંગની સાથે અસિસ્ટન્ટ ડિરેક્ટર બનવાની પણ તક મળી છે. ફિલ્મમેકિંગના મારા કોર્સને કારણે મને એક દિવસ માટે અસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ સંભાળવામાં ઘણી મદદ મળી હતી. આશ્ચર્યની વાત તો એ પણ છે કે હું દિગ્ગજ ઍક્ટર સુબ્બાલક્ષ્મી મૅમનો ટ્રાન્સલેટર પણ હતો. આ ફિલ્મમાં તેમણે મેનીનાં નાનીની ભૂમિકા ભજવી છે. તેઓ માત્ર તામિલ જ બોલતાં હતાં. એથી તેમના તરફથી હું ક્રૂ સાથે વાત કરતો હતો. આ કંઈ પહેલાંથી પ્લાન્ડ નહોતું, પરંતુ એ એક સંયોગ હતો. એને હું હાથમાંથી જવા દેવા નહોતો માગતો. ક્લૅપર બૉય એક દિવસની રજા પર હતો એથી મેં એ દિવસે ક્લૅપ બોર્ડ પણ સંભાળ્યું હતું.’

bollywood bollywood gossips bollywood news