21 September, 2025 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ તસવીર
અલ્લુ અર્જુન હાલમાં ડિરેક્ટર ઍટલીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની લીડ ઍક્ટ્રેસ તરીકે દીપિકા પાદુકોણને સાઇન કરવામાં આવી છે. આ ફિલ્મની વિગતો સીક્રેટ રાખવામાં આવી છે, પણ હાલમાં આ ફિલ્મના સેટ પરથી અલ્લુ અર્જુનનો લુક લીક થયો છે અને હાલમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વાઇરલ તસવીરમાં અલ્લુ અર્જુને ટ્રૅકસૂટ પહેર્યો છે અને વાળને આકર્ષક રીતે બનમાં બાંધ્યા છે. આ ફિલ્મ વિશે શરૂઆતમાં ચર્ચા હતી કે આ ફિલ્મમાં બે હીરોવાળી વાર્તા હોઈ શકે, પરંતુ પછી અલ્લુ અર્જુનની ટીમે સ્પષ્ટતા કરી છે કે આ ફિલ્મમાં અલ્લુ અર્જુન જ ડબલ રોલમાં જોવા મળશે.