20 April, 2026 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલ્લુ અર્જુન
અલ્લુ અર્જુન સાઉથની ફિલ્મોનો સુપરસ્ટાર છે પણ તેની આવનારી ફિલ્મ ‘રાકા’નું ઘણું શૂટિંગ મુંબઈમાં થવાનું હોવાને કારણે તે બે-ત્રણ વર્ષ માટે હૈદરાબાદથી મુંબઈમાં શિફ્ટ થવાનું વિચારી રહ્યો છે એવી ચર્ચા છે. તેનો આ નિર્ણય ફિલ્મના ભારે શૂટિંગ-શેડ્યુલને ધ્યાનમાં રાખીને અને શહેરો વચ્ચે સતત મુસાફરી ટાળવા માટે લેવામાં આવ્યો હોવાની ચર્ચા છે.
રિપોર્ટ પ્રમાણે અલ્લુ અર્જુન આગામી બેથી ત્રણ વર્ષ મુંબઈમાં રહેવા માગે છે જેથી તે સંપૂર્ણ રીતે પોતાની નવી ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. આ નિર્ણય તેને વારંવાર મુસાફરીથી અનુભવાતા થાકમાંથી બચાવશે જેને કારણે તે પોતાની ઊર્જા બીજી જરૂરી બાબતોમાં લગાવી શકશે.