09 May, 2025 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલ્લુ અર્જુન અને આમિર ખાનની મુલાકાતની તસવીર
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને બૉલીવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન વચ્ચે તાજેતરમાં મુંબઈમાં એક મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાતની તસવીર વાઇરલ થયા પછી તેઓ બન્ને એકસાથે કોઈ મોટા પ્રોજેક્ટનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાલમાં અલ્લુ અર્જુન ચૂપચાપ આમિરના ઘરે પહોંચ્યો હતો. બન્નેની એક તસવીર ઑનલાઇન વાઇરલ થયા પછી લોકો આ મુલાકાત પાછળનું કારણ જાણવા ઉત્સુક છે.