નૈતિકતાના કહેવાતા પહેરેદારોએ અલીગઢ જોવી જ જોઈએ : અનુરાગ કશ્યપ

26 February, 2016 05:51 AM IST  | 

નૈતિકતાના કહેવાતા પહેરેદારોએ અલીગઢ જોવી જ જોઈએ : અનુરાગ કશ્યપ


નૅશનલ અવૉર્ડ વિનર હંસલ મહેતાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં મનોજ બાજપાઈએ મુખ્ય ભૂમિકા ભજવી છે. એ ફિલ્મ સજાતીય હોવાને કારણે નોકરીમાંથી કાઢી મુકાયેલા પ્રોફેસર શ્રીનિવાસ રામચંદ્ર સિરસની સત્યકથા છે. મનોજ બાજપાઈ પ્રોફેસર સિરસની ભૂમિકા ભજવે છે અને રાજકુમાર રાવ જર્નલિસ્ટની ભૂમિકા ભજવે છે.

ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ વખતે મીડિયા સાથેની વાતચીતમાં ‘બૉમ્બે વેલ્વેટ’ના ડિરેક્ટર અનુરાગ કશ્યપે મનોજ બાજપાઈના પર્ફોર્મન્સને બિરદાવતાં જણાવ્યું હતું, ‘ફિલ્મ જોઈને હું ખરેખર હલબલી ઊઠ્યો છું. મનોજ ઉપરાંત રાજકુમાર રાવ બન્નેની ઍક્ટિંગ ઘણા ઊંચા સ્તરની જોવા મળે છે. મનોજનો અત્યાર સુધીનો આ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે.’

‘અલીગઢ’ આજે રિલીઝ થશે.