02 June, 2023 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલિયા ભટ્ટ ફાઇલ તસવીર
આલિયા ભટ્ટ હૉલીવુડ સ્ટાર્સ સાથે ગુચીના કૅમ્પેનમાં દેખાવાની છે. આ કૅમ્પેન દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને સજાગતા લાવવામાં આવશે. આ વિડિયોમાં જુલિયા ગાર્નર, હૅલ બેલી, જૉન લેજન્ડ અને સલમા હાયેક પિનૉલ્ટ પણ જોવા મળશે. વિડિયોમાં તેઓ જેન્ડર સમાનતા, ફ્રીડમ, એજ્યુકેશન અને એકતા વિશે વાત કહી રહ્યાં છે. એની એક ઝલક ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી, ‘ગુચી ચાઇમના દસમા ઍનિવર્સરી કૅમ્પેન સાથે જોડાઈને એક્સાઇટેડ છું. ગુચી જેન્ડર સમાનતા પર ભાર આપશે.’