બગડેલી બાજી સુધારી લીધી આલિયા ભટ્ટે

27 May, 2025 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વૉક કરતી વખતે તે એક નાનકડા માલફંક્શનનો ભોગ બની હતી

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે ૨૦૨૫ના કાન ફિલ્મ ફેસ્ટિવલના છેલ્લા દિવસે રેડ કાર્પેટ પર ગુચીની ડિઝાઇનર સાડી પહેરીને બધાનું દિલ જીતી લીધું હતું. આલિયાએ લૉરિયલ પૅરિસની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે ડેબ્યુ કર્યો હતો અને કાન 2025ની ક્લોઝિંગ સેરેમનીમાં હાજરી આપી હતી. જોકે રેડ કાર્પેટ પર વૉક કરતી વખતે તે એક નાનકડા માલફંક્શનનો ભોગ બની હતી. જોકે તેણે ધીરજપૂર્વક આખી બાજી સંભાળી લીધી હતી.

હકીકતમાં આલિયા જ્યારે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફોટોશૂટ કરાવી રહી હતી ત્યારે આ ફોટોશૂટ દરમ્યાન તેનો ડાયમન્ડ નેકલેસ એકાએક તૂટી ગયો હતો અને સરકવા લાગ્યો હતો. જોકે આલિયાએ એને તરત પકડી લીધો અને પોઝ આપવાનું ચાલુ રાખ્યું. આલિયાએ ગભરાવાને બદલે આ સમસ્યાને પ્રોફેશનલી હૅન્ડલ કરીને ઇન્ટરનેટ પર બધાનું દિલ જીતી લીધું.

alia bhatt cannes film festival social media bollywood buzz bollywood gossips bollywood entertainment news