29 May, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ સ્પેન પહોંચી ગઈ છે
તાજેતરમાં કાન ફિલ્મ ફેસ્ટિવલ 2025માં ધમાકેદાર ડેબ્યુ કર્યા બાદ આલિયા ત્યાંથી સીધી સ્પેન પહોંચી ગઈ છે. આલિયા ત્યાં તેની બાળપણની મિત્ર તાન્યાનાં લગ્નમાં હાજરી આપવા પહોંચી છે. આ ખાસ પ્રસંગે આલિયાનો અંદાજ અને સ્ટાઇલ હવે ચર્ચાનો વિષય બની ગયાં છે.
તાન્યા અને તેના દુલ્હાનો લગ્નનો એક વિડિયો આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં આલિયા ભટ્ટનો મસ્તીભર્યો અને ટ્રેન્ડી લુક ચાહકોને ખૂબ ગમી રહ્યો છે. આલિયાએ આ ફંક્શન માટે રંગબેરંગી પરંપરાગત લેહંગો પસંદ કર્યો જેને તેણે પીળા રંગના બ્લાઉઝ સાથે પેર કર્યો. માથે પર્પલ બૅન્ડાના અને આંખો પર ડાર્ક સનગ્લાસ સાથેનો આ આખો લુક એક પર્ફેક્ટ બોહો-ચિક વાઇબ આપે છે. આલિયાનો આ લુક પરંપરાગત અને આધુનિક સ્ટાઇલનું શ્રેષ્ઠ મિશ્રણ જોવા મળે છે.
આલિયાનો આ વિડિયો વાઇરલ થયો એ પછી ઘણા લોકોએ ન માત્ર તેની ફૅશન-સેન્સની પ્રશંસા કરી, પરંતુ એ વાતનાં પણ વખાણ કર્યાં કે આટલું વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં આલિયા તેની જૂની મિત્ર માટે સમય કાઢી જ લે છે.