10 March, 2026 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ કાર્ડને પોતાના ફૅન્સ સાથે શૅર કરતાં આલિયાએ એક નોંધ પણ લખી હતી
આલિયા ભટ્ટે રવિવારે ઊજવાયેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં એક હૅન્ડમેડ કાર્ડની તસવીર પોસ્ટ કરી અને જણાવ્યું કે આ કાર્ડ તેને પતિ રણબીર અને દીકરી રાહા તરફથી મળ્યું છે.
આ ક્યુટ કાર્ડ નાનકડી રાહાએ રંગબેરંગી પેન અને મસ્ત ડૂડલ્સથી બનાવ્યું હતું. કાર્ડના એક ભાગ પર ‘ટુ મમા’ લખેલું હતું અને એની આસપાસ દિલ અને તારાનાં ચિત્રો બનાવેલા હતા જ્યારે બીજા ભાગમાં ‘હૅપી વિમેન્સ ડે ફ્રૉમ પાપા ઍન્ડ રાહા’ લખેલું હતું. કાર્ડમાં રંગીન લખાણ સાથે નાનકડી મ્યુઝિકલ નોટ્સ અને સ્ક્રિબલ્સ પણ દેખાતાં હતાં.
આ કાર્ડને પોતાના ફૅન્સ સાથે શૅર કરતાં આલિયાએ એક નોંધ પણ લખી હતી. આ તસવીર સાથે તેણે લખ્યું, ‘એક નમ્ર યાદ અપાવે છે કે કદાચ આપણી દીકરીઓને શીખવવાની સૌથી સુંદર વાત એ છે કે તેઓ પોતાને ઓળખે, પોતામાં વિશ્વાસ રાખે અને તેઓ જે બની રહી છે એની ઉજવણી કરે.’