આલિયા ફરી પ્રેગ્નન્ટ?

19 June, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેને જિમની બહાર કો-આ‍ૅર્ડ સેટમાં જોઈને ફૅન્સ સવાલ કરી રહ્યા છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

છેલ્લા કેટલાક સમયથી આલિયા ભટ્ટની પ્રેગ્નન્સીની ચર્ચા ચાલી રહી છે. કાન ફેસ્ટિવલના રેડ કાર્પેટ પરના તેના ડેબ્યુ દરમ્યાન આવી ચર્ચા શરૂ થઈ હતી પણ પછી એ આગળ નહોતી વધી. જોકે હાલમાં આલિયાને જિમની બહાર કો-ઑર્ડ સેટમાં જોઈને આ ચર્ચા ફરી શરૂ થઈ છે. હાલમાં ઇન્સ્ટાગ્રામમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં આલિયા વર્કઆઉટ-સેશન બાદ જિમમાંથી બહાર નીકળતી જોવા મળી છે. એ વખતે તેણે ઍથલીઝર કો-ઑર્ડ સેટ પહેર્યો હતો જેમાં સ્લીવલેસ ટૅન્ક ટૉપ અને મૅચિંગ પૅન્ટ હતાં. આલિયાએ સ્નીકર્સ અને મેસી બન સાથે સ્પોર્ટી લુકને કમ્પ્લીટ કર્યો હતો. આ વિડિયો તરત જ વાઇરલ થયો અને એને જોઈને તેના ફૅન્સ આલિયાની બીજી પ્રેગ્નન્સી વિશે ચર્ચા કરવા માંડ્યા છે.

આ પહેલાં એક રિપોર્ટમાં આલિયા તેની દીકરી રાહા સાથે એક ક્લિનિકમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. એ વખતે તેણે ઓવરસાઇઝ્‍ડ સફેદ સ્વેટશર્ટ પહેર્યું હતું અને તે ત્યાં હાજર ફોટોગ્રાફર્સથી બચીને તરત ચાલી ગઈ હતી.

alia bhatt viral videos entertainment news bollywood bollywood news bollywood gossips