17 September, 2025 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટે ફૉલો કર્યો હગ માય યંગર સેલ્ફ ટ્રેન્ડ
સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ સતત બદલાતા રહે છે. હાલમાં ગૂગલ જેમિનીનો હગ માય યંગર સેલ્ફ ટ્રેન્ડ સેલિબ્રિટીઝમાં પણ લોકપ્રિય બન્યો છે. હાલમાં આલિયાએ આ ટ્રેન્ડને ફૉલો કરીને પોતાના બાળપણના ફોટોને ગળે લગાડતા હાલના ફોટો સાથેની એડિટેડ તસવીર શૅર કરી છે.
આલિયા ભટ્ટે આ ફોટોને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કરીને કૅપ્શન લખી છે, ‘ક્યારેક આપણે આપણા અંદરના આઠ વર્ષના બાળકને ગળે લગાડવું જ પડે છે. આ માટે આભાર.’ તેણે બૅકગ્રાઉન્ડમાં ટેલર સ્વિફ્ટનું ગીત ‘ધ વે આઇ લવ્ડ યુ’ લગાડીને આ ટ્રેન્ડની પણ પ્રશંસા કરી.